GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

૫દ્માવતના વિવાદમાં ભડકે બળતુ ગુજરાત : ઠેર ઠેર ચક્કાજામ, રાજ્યમાં ક્યાં શું બન્યું ?

૫દ્માવત ફિલ્મને લઇને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બનવા માંડ્યો છે. દિવસેને દિવસે તેની સામેના વિરોધની તિવ્રતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ચક્કાજામ અને આગચંપીના બનાવો બન્યા હતાં. આ વિવાદ અંગે સત્વરે કોઇ ૫ગલા નહીં લેવાય તો ફરી એક વખત ગુજરાતમાં શાંત થયેલો હિંસક માહોલ ભડકવાની ભીતિ પ્રજામાં સેવાઇ રહી છે.

બનાસકાંઠા : પદ્માવત ફિલ્મના વિરોધમાં બનાસકાંઠાના મેગાળ ચોકડી પાસે વડગામ-ખેરાલુ હાઈવે બંધ કરાવવામાં આવ્યો છે. રાજપુત યુવાનોએ હલ્લાબોલ કરીને રસ્તો બંધ કરાવ્યો છે. હાઈવે બંધ કરી દેવામાં આવતા પોલીસ દોડી આવી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શન કરતા યુવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતું. જો કે, આગેવાનોએ યુવાનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

બગોદરા : પદ્માવત ફિલ્મના વિરોધમાં બગોદરાના વટામણ ગામે રાજપૂત સમાજે એકત્ર થઈને ફિલ્મનો વિરોધ વ્યક્ત કર્યો છે. રાજપૂત સમાજે બગોદરા-ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજપુત સમાજે ફિલ્મ ડિરેકેટર સંજય લીલા ભણસાલીના પૂતળાનું દહન પણ કર્યુ છે.

સુરેન્દ્રનગર : પદ્માવત ફિલ્મના વિરોધમાં સુરેન્દ્રનગરના મુળી તાલુકાના કુકડા ગામે વિરોધ પ્રદર્શન યોજાયુ છે. હાઈવે પર રાજપૂત સમાજના યુવાનો પહોંચ્યા હતા. અને ચક્કાજામ કરીને રસ્તો રોકીને સુત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરા : પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં વડોદરામાં કરણી સેનાની બાઈક રેલી યોજાઈ છે. શહેરના નવલખી મેદાનથી આ રેલી શરૂ  થઈ છે. જેમાં કરણી સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. કરણીસેનાના કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક સાથે રેલીમાં જોડાયા હતા. હાથમાં ભગવો ઝંડા સાથે તેઓએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

નવસારી : પદ્માવતના  વિરોધની આગની જ્વાળા નવસારીમાં પણ જોવા મળી છે. કરણી સેના અને રાજપૂત યુવાન દ્વારા નેશનલ હાઈવે પર ટાયર સળગાવીને ચક્કાજામ કરી ફિલ્મનો વિરોધ નોંધાવ્યો. ચક્કાજામ સાથે વિરોધના કારણે હાઈવે પર ૪ થી ૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વાહનોના પૈડા થંભી ગયા હતા. જેથી વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડી હતી.

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કરણી સેનાએ પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો હતો અને રેલી યોજી હતી. કરણીસેના દ્વારા યોજાયેલી આ રેલી ભાખરીયા બસ સ્ટેશનથી શરૂ થઈ હતી. જે કમાલપુર ખાતે આવેલા થિયેટર જઈને પૂર્ણ થઈ હતી. થિયેટરના માલિક દુષ્યંત પટેલે પણ ફિલ્મ નહી ચલાવવા ખાતરી આપી હતી. કરણી સેનાની રેલીને લઈને પોલીસ પણ દોડી આવી હતી.

સુરત : ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈ સુરત ખાતે અખિલ ભારત હિન્દૂ યુવા મોરચા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન  કરવામાં આવ્યું. અધ્યક્ષે જણાવ્યુ હતુ કે સુરતના સિનેમાઘરોમાં જો ફિલ્મ પદ્માવતી રિલીઝ થશે તો પથ્થરનો ફુલ તરીકે અને પેટ્રોલનો ગંગાજળ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

ભાવનગર : ભાવનગરમા વલભીપુરમાં કરણી સેનાએ પદ્માવત ફિલ્મનો ટાળર સળગાવીને વિરોધ કર્યો હતો. કરણીસેનાએ વલભીપુર અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં રાજપુત સમાજના યુવાનોએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇને ફિલ્મને રીલીઝ નહીં થવા દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

અરવલ્લી : શામળાજી નજીક ગડાદર નેશનલ હાઇવે પર ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવામા આવ્યો હતો. કરણી સેનાના 100થી વધુ કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં ઠેર ઠેર ૫દ્માવતના થઇ રહેલા વિરોધની આગ અરવલ્લી જિલ્લામાં ૫ણ ૫હોંચી હતી.

મહિસાગર : મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં મહાકાલ સેનાએ પદ્માવતના ફિલ્મનો વિરોધ કર્યો હતો. અને 100 જેટલા કાર્યકર્તાઓએ ટાયર સળગાવ્યા હતા. રસ્તા ઉ૫ર અપાયેલા વિરોધ કાર્યક્રમને લઇને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. બંદોબસ્ત જાળવવામાં માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Related posts

40 વર્ષ પછી અમેરિકી અધિકારી તાઈવાનની મુલાકાતે, કપટી ડ્રેગને આ બે દેશોને ધમકાવવા મોકલ્યા ફાઈટર જેટ

pratik shah

સુશાંત સિંહ રાજપુત કેસ: રિયા ચક્રવર્તીનું નવુ ગતકડું, મીડિયા ટ્રાયલ સામે કરી સુપ્રીમમાં અરજી

Bansari

બેરૂત વિસ્ફોટ બાદ લેબનોનમાં રાજકીય સંકટ:પીએમ સહિત આખા મંત્રીમંડળના રાજીનામા, ધણીધોરી વગરનો બની ગયો દેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!