GSTV
Home » News » ૫દ્માવતના વિરોધ માટે યુવાન પેટ્રોલની બોટલ લઇ મોબાઇલ ટાવર ૫ર ચડી ગયો !

૫દ્માવતના વિરોધ માટે યુવાન પેટ્રોલની બોટલ લઇ મોબાઇલ ટાવર ૫ર ચડી ગયો !

ફિલ્મ પદ્માવતના વિરોધ વચ્ચે રાજસ્થાનના ભીલવાડામાં એક યુવક 350 ફૂટ ઉચા મોબાઈલ ટાવર પર ચઢી જતા પોલીસ દોડતી થઈ હતી. યુવક પેટ્રોલની બોટલ લઈને મોબાઈલ ટાવર પર ચઢી ગયો અને એલાન કર્યુ કે ફિલ્મ પદ્માવત પર રોક લગાવવામાં આવ્યા બાદ તે ટાવર પરથી નીચે ઉતરશે. ટાવર પર ચડેલો યુવક કરણી સેનાનો પદાધિકારી હોવાનું માનવામાં આવે છે. ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં. પોલીસે ટાવર પર ચડેલા યુવકને નીચે ઉતારવા જહેમત હાથ ધરી છે.

જયપુરમાં કરણી સેનાના કાર્યકરોએ મચાવ્યો હોબાળો

રાજપુત કરણી સેનાએ જયપુરમાં ફિલ્મ પદ્માવતના સક્રિનિંગનો વિરોધ કર્યો છે. કરણી સેનાના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો. કરણી સેનાના કાર્યકર્તાઓનું કહેવુ છે કે અમને વિશ્વાસ છે કે એક પણ સિનેમા ઘરોમાં ફિલ્મને દેખાડવામાં આવશે નહી. માત્ર રાજસ્થાન નહીં પણ ગુજરાત અને મધ્યપ્રદેશમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Related posts

કોર્ટે આ કારણે બિહારનાં CM નીતિશ કુમારની ઓફિસ જપ્ત કરવાનો આદેશ આપ્યો

Riyaz Parmar

સુરત ફાયર વિભાગનો સપાટો, 430થી વધુ એકમોને સીલ કરતા વેપારીમાં ફફડાટ

Nilesh Jethva

પ્રિયંકા ગાંધી લાશો પર કરી રહ્યા છે રાજનીતિ, કોંગ્રેસની માનસિકતા પહેલાથી આવી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!