હેર વૉશ કરવાનો સમય નથી? આ બે પ્રોડક્ટ્સ કરશે કમાલ

શિયાળામાં સવારના સમયે વહેલા જાગવું તે પણ મોટી તકલીફ લોકોને લાગે છે. તેવામાં સવારે જાગી અને ઓફિસ પહોંચતા પહેલા વાળમાં શેમ્પૂ કરવું તે મુશ્કેલ લાગે છે. વળી ક્યારેય શરદી તાવ જેવી બીમારીના કારણે પણ ઠંડીમાં વાળ ધોઈ શકાતા નથી. એટલા માટે જ શિયાળાના સમય દરમિયાન આ બે પ્રોડક્ટ તમારી પાસે હોય તે જરૂરી છે. 

શિયાળામાં તમે કોઈપણ કારણથી નહાવાનું કે વાળમાં શેમ્પૂ કરવાનું ટાળો તેમ છતાં ઓફિસમાં પ્રેઝેંટેબલ દેખાવું જરૂરી છે. શરીરની સફાઈ અને હાઈજીનનો તો ધ્યાન રાખવું જ જોઈએ. જો તમે વધારે દિવસો સુધી વાળમાં શેમ્પૂ નહીં કરો તો વાળ ઓઈલી દેખાવા લાગશે. આ સમસ્યાને દૂર કરવા વાળમાં ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત શરીરની સફાઈ બાથ વાઈપ્સથી કરવી જોઈએ.

શિયાળામાં વારંવાર શેમ્પૂ કરવાથી બચવા માટે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે. આ શેમ્પૂનો ઉપયોગ કરવા માટે પાણીની જરૂર પડતી નથી. આ શેમ્પૂ પાવડર ફોમમાં હોય છે અને તે કોર્ન અને સ્ટાર્ચથી બનેલું હોય છે જે વાળની ઓઈલીનેસ અને ચીકાશને દૂર કરી દે છે. ડ્રાય શેમ્પૂનો સ્પ્રે વાળ પર કરી દેવાથી વાળ ફ્રેશ થઈ જશે.

જો તમે બીમાર હોય તે યાત્રા પર નીકળા હોય તો સાથે બાથ વાઈપ્સ રાખવા જોઈએ. શરીરની સફાઈ કરવા માટે બાથ વાઈપ્સનો ઉપયોગ કરવો જોઈએ. આ વાઈપ્સથી શરીર બરાબર સાફ થશે અને તમે સ્નાન કર્યું હોય તેવી ફ્રેશનેસ અનુભવાશે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter