GSTV
Home » News » હેર ડ્રાયર યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહી તો તમારા વાળને થશે નુકસાન

હેર ડ્રાયર યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહી તો તમારા વાળને થશે નુકસાન

શિયાળામાં વાળ ધોયા બાદ મોટાભાગના લોકો હેર ડ્રાયરની મદદથી વાળ કોરાં કરતા હોય છે. પરંતુ હેર ડ્રાયરનો ઉપયોગ નિયમિત રીતે કરવાથી વાળ ખરાબ થવા લાગે છે. ડ્રાયરના કારણે વાળની કુદરતી ચમક ખોવાઈ જાય છે. હેર ડ્રાયરનો ઉપયોગ પણ કરવામાં આવે અને વાળ પણ ખરાબ ન થાય તેવી ટીપ્સને ફોલો કરવામાં આવે તો વાળની ચમક જળવાઈ રહે છે.

હેર ડ્રાયર વાળથી 7થી 8 ઈંચ દૂર રાખવું અને પછી વાળ કોરાં કરવા. તેનાથી વાળને હીટ ઓછી લાગશે અને વાળ ખરાબ થશે નહીં. હેર ડ્રાયરનું તાપમાન પણ વાળ પ્રમાણે સેટ કરવું જેમકે કર્લી વાળ હોય તો તાપમાન સામાન્ય રાખવું અને વાળ વેવી હોય તો તાપમાન સાવ ઓછું રાખવું. 

હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હોય તે લોકોએ વાળમાં કંડિશ્નર અચૂક કરવું. કંડિશ્નર કરવાથી વાળને નુકસાન થતું નથી. જો વાળને સેટ કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરવો હોય તો પહેલા વાળને પાણીથી ભીના કરી લેવા પછી જ ડ્રાયરનો ઉપયોગ કરવો. 

Related posts

વરસાદની સીઝનમાં દેખાઓ ફેશનેબલ આ સ્ટાઇલિશ આઉટફિટ-એક્સેસરીઝના સથવારે

Bansari

કૉલેજ ગર્લ્સથી લઇને વર્કિંગ વુમનમાં આ જીન્સની બોલબાલા

Bansari

ચોમાસાના પર્વોમાં પણ પરંપરાગત પોશાક પહેરીને મહાલો, ફૉલો કરો આ ફેશન ટિપ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!