GSTV
Home » News » હેડકીથી થઇ ગયા છો પરેશાન? આ રહ્યાં અચૂક ઉપાય

હેડકીથી થઇ ગયા છો પરેશાન? આ રહ્યાં અચૂક ઉપાય

હેડકી જ્યારે આવે છે ત્યારે થોડીવાર સુધી રોકાવવાનુ નામ લેતી નથી. હિચકી આવવાના અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે ગરમ ખાધા પછી એકદમ ઠંડુ ખાવુ કે વધુ મરચાવાળુ ખાવાથી પણ આ પરેશાની થઈ શકે છે. આજે અમે તમને તરત હિચકી રોકવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છે. જેનાથી આ સમસ્યા ઠીક થઈ જશે.

  1. ઠંડુ પાણી – હેડકી આવતા 1 ગ્લાસ ઠંડુ પાણી પીવાથી ઠીક થઈ જાય છે. કેટલાક લોકોનુ માનવુ છે કે પાણી પીતી વખતે નાક બંધ કરી લેવુ જોઈએ.
  2. હેડકી આવતા તરત 1 ચમચી મધ ખાવાથી આરામ મળે છે. આ અચૂક ઉપાય છે.
  3. પીનટ બટર – પીનટ બટર ખાવાથી પણ રાહત મળે છે. તેને ખાવાથી શ્વાસ લેવાની ક્રિયા પ્રભાવિત થાય છે જે હેડકીને રોકવામાં મદદરૂપ છે.
  4. ઘૂંટણને છાતી સુધી લગાવો – હેડકી ન રોકાતા પગનો ભાર બેસીને ઘૂંટણને છાતી સુધી લગાવો. તેનાથી માંસપેશીઓની સંકોચાવવુ દૂર થાય છે.
  5. લીંબૂ – આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરદાર ઉપાય છે. લીંબૂને ચોથા ભાગમાં કાપીને મોઢામાં નાખી દો. તેને ધીરે ધીર ચાવતા રહો. હેડકી ઠીક થઈ જશે.
  6. આઈસ બેગ – હેડકીને રોકવા માટે ગરદન પર આઈસ બેગ મુકો તેનાથી રાહત મળશે.
  7. હેડકી આવતા તુલસી અને ખાંડ ખાઈને પાણી પીવી લેવું.

Related posts

મ્યાનમારના હપાકાંત ક્ષેત્રમાં ભૂસ્ખલન, 50થી વધુ લોકોનાં મોતની આશંકા

Arohi

ગુજરાતમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ, સરેરાશ 65 ટકાને પાર રહેશે મતદાન

Mayur

ગુજરાતમાં 65થી 67 ટકા રહેશે મતદાન, સૌરાષ્ટ્રમાં મતદાનના આંક આંચકો આપશે

Mayur