GSTV
Home » News » હિટ એન્ડ રન : અમદાવાદમાં રસ્તો ઓળંગતા રાહદારીને કારે હડફેટે લેતા મોત

હિટ એન્ડ રન : અમદાવાદમાં રસ્તો ઓળંગતા રાહદારીને કારે હડફેટે લેતા મોત

અમદાવાદના પ્રહલાદ નગરના પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર હિટ એન્ડ રનના ઘટના માં એક રાહદારીનું મોત નિપજ્યુ છે. હિનટ એન્ડ રનની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાતે નવ વાગ્યાના અરસામાં સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે આવતી કારે તેને ટક્કર મારી હતી કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર લગતા જ સુરેશભાઈ ૧૨ ફૂટ જેટલા હવામાં ફંગોળાયા હતા અને ડીવાઈડર સાથે અથડાયા હતા અને બાદમાં રોડ પર પટકાયા સુરેશભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે તો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં કારની ઓળખ થતી નથી તો કારનો નમ્બર પણ દેખાતો નથી એટલે પોલીસને કાર ચાલકની ઓળખ કરવામાં કપરું સાબિત થઇ રહ્યું છે. હાલમાં પોલીસ રૂટના સીસીટીવી મેળવી રહી છે તો આ મામલે આનંદ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

 

Related posts

ફિલ્મ 83′ થી રિલીઝ થયું અભિનેતા સાહિલ ખટ્ટરનું નવું પોસ્ટર, જુઓ તેનાં PHOTOS

pratik shah

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!