GSTV
Home » News » હિંમતનગરના એક ગામમાં ત્રણ દિવસથી બે વાંદરાનો આતંક, 8 લોકો ઘાયલ

હિંમતનગરના એક ગામમાં ત્રણ દિવસથી બે વાંદરાનો આતંક, 8 લોકો ઘાયલ

હિંમતનગર તાલુકાનું એક ગામ એવું છે કે જે ગામમાં વાનરોનો આતંક છે. વાંદરાના ત્રાસના કારણે ગામ લોકો ગમે ત્યાં જાય સાથે લાકડી સાથેનો એક માણસ રાખવો પડે છે. આ ગામમાં વાંદરાઓએ ગામના લોકોને તો ઠીક પણ ગામના કેટલાય ઢોરને પણ ઘાયલ કર્યા છે

આ છે હિંમતનગર તાલુકાનુ ચાંપલાનાર ગામ કે જ્યાં છેલ્લા ત્રણ દિવસથી વાંદરાઓએ આતંક મચાવ્યો છે અને 8 લોકોને ઘાયલ કરી નાખ્યા છે.

છેલ્લા ત્રણ દિવસથી ગામમાં બે વાંદરાએ આતંક મચાવ્યો છે અને ઘર આગળ કામ કરતા કે ખેતરમાં જતાં કે બાઈક પર જતાં મનુષ્યો પર આ વાંદરાઓ હુમલો કરે છે.

ગામમાં અત્યાર સુધી વૃધ્ધ સહિત બે યુવાન અને બાળકોને પણ બચકા ભરીને ઘાયલ કર્યા છે. ગામમાં વાંદરાનો આતંક વધતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જેને લઈને ગામ સુમશાન લાગી રહ્યુ છે. આમ, તો અગાઉ પણ ત્રણ વર્ષ વહેલા પહેલા આજ ગામમાં વાંદરાએ આતંક મચાવ્યો હતો.

ત્યારબાદ ગામના સરપંચ દ્રારા વાંદરાને પાંજરે પુરીને લઈ જવાયા હતા અને ફરી છેલ્લા ત્રણ દિવસથી આ ગામમાં વાંદરાએ આતંક મચાવ્યો છે. વાંદરાએ જે પણ લોકોને ઘાયલ કર્યા છે તેમને આઠથી દસ ટાંકા આવ્યા છે તો નાના બાળકને પણ ઘાયલ કર્યુ છે. વધુમાં એક પશુને પણ બચકા ભરીને ઘાયલ કર્યું છે જેને લઈને ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

નોંધનીય છે કે હવે જંગલો ધીરે ધીરે નાશ થઈ રહ્યા છે. જેને લઈને જંગલી પ્રાણીઓ ગામડાઓમાં પ્રવેશી રહ્યા છે. જેનાથી પશુઓ અને મનુષ્ય વચ્ચેનો ટકરાવ વધ્યો છે. જેના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે.

 

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!