GSTV

હિંદ મહાસાગરમાં ચીનની વ્યૂહાત્મક ગતિવિધિઓનો સામનો કરવામાં ફ્રાંસ ઘણું મદદરૂપ

હિંદ મહાસાગરમાં ચીન પોતાનો દબદબો વધારવાના ઈરાદે નૌસૈન્ય સક્રિયતા વધારી રહ્યું છે. તેને જોતા ભારત અને ફ્રાંસનો સંરક્ષણ સહયોગ બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત અને ફ્રાંસ એકબીજાના યુદ્ધજહાજો માટે પોતાના નેવલ બેસ ખોલશે. મહત્વપૂર્ણ છે કે ફ્રાંસ પણ હિંદ મહાસાગરમાં ઘણો મોટો ઈકોનોમિક ઝોન ધરાવે છે. તેને કારણે ભારતને હિંદ મહાસાગરમાં ચીનની વ્યૂહાત્મક ગતિવિધિઓનો સામનો કરવામાં ફ્રાંસ ખાસું મદદરૂપ થઈ શકે છે.

હિંદ મહાસાગરમાં પોતાના દબદબાને વધારવામાં લાગેલા ચીનને ધ્યાનમાં રાખીને ભારત અને ફ્રાંસની એક મહત્વપૂર્ણ સંરક્ષણ ડીલ થઈ છે. આ સૈન્ય સહયોગના કરાર પર ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી મુજબ બંને દેશ પોતાના નેવલ બેસ એકબીજાના યુદ્ધજહાજો માટે ખોલશે. ચીન ઘણાં નાના દેશોને પોતાના પ્રભાવમાં લાવીને દક્ષિણ ચીન સાગર અને હિંદ મહાસાગરમાં પોતાના પ્રભાવને વધારી રહ્યું છે. ભારત અને ફ્રાંસની દોસ્તી ચીનની વર્ચસ્વ સ્થાપિત કરવાની નીતિને રોકશે. ચીનની આવી વ્યૂહાત્મક ચાલબાજીઓને જોતા ભારત અને ફ્રાંસ વચ્ચેની સંરક્ષણ સમજૂતીને બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સાઉથ ચાઈના સીની સાથે ચીન હિંદ મહાસાગરમાં પણ પોતાની પકડ મજબૂત કરવામાં લાગેલું છે. મોટા-મોટા દેશોની આના પર નજર છે અને તેથી તેઓ ચિંતિત પણ છે. માનવામાં આવે છે કે ભારત અને ફ્રાંસ પણ આવી વાતને સમજી રહ્યા છે. તેને કારણે જ સૈન્ય સહયોગ માટે સમજૂતી થઈ છે.

ચીને પૂર્વ આફ્રિકાના જિબૂતીમાં ગત વર્ષ નેવલ બેસ પણ સ્થાપિત કર્યો હતો. આ પહેલા જ ચીને હિંદ મહાસાગરમાં સ્વેજ નહેરથી લઈને મલાક્કા સુધી પોતાના પગ ફેલાવ્યા છે. ચીનના વન બેલ્ટ-વન રોડ પ્રોજેક્ટમાં પણ હિંદ મહાસાગરની આસપાસ હોય તેવા ઘણાં એશિયન અને આફ્રિકન દેશો સામેલ છે. વન બેલ્ટ અને વન રોડ પ્રોજેક્ટ માટે ચીન પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટનું નિર્માણ કરીને તેના પર નિયંત્રણ પણ સ્થાપિત કરી ચુક્યંહ છે. શ્રીલંકાના હંબનટોટા પોર્ટને ચીન 99 વર્ષ માટે લીઝ પર લઈ ચુક્યું છે. ચીને માલદીવના ઘણાં નાના ટાપુઓને પણ ખરીદી લીધા છે.

ફ્રાંસનો રિયૂનિયન નામનો ટાપુ હિંદ મહાસાગરમાં છે. આ ટાપુ ચીનની હરકતો પર નજર રાખવા માટે કામમાં આવી શકે છે. ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં પહેલા જ કહી ચુક્યા છે કે તેમની પાસે મોટી નૌસૈન્ય શક્તિ છે અને ફ્રાંસ ભારતને મજબૂત ભાગીદાર તરીકે જોવે છે. પેસિફિક મહાસાગર સાથે સંકળાયેલા ભારતીય હિતો માટે પણ આ ટાપુ ખાસ ભૂમિકા અદા કરી શકે છે.

Related posts

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!