GSTV

હિંડન એરબેઝમાં અજાણ્યા શખ્સ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરાયો નિષ્ફળ, સુરક્ષાદળોએ હુમલાખોરને મારી ગોળી

Last Updated on November 15, 2017 by

દિલ્હી પાસેના ગાઝીયાબાદ ખાતેના હિંડન એરબેઝમાં અજાણ્યા શખ્સ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો. તેમજ સુરક્ષાદળોએ હુમલાખોરને ગોળી મારી છે. જેમાં ઘાયલ હુમલાખોરને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

સુરક્ષાની દ્રષ્ટીએ હિંડન એરબેઝ અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થાન છે. રાતે નવ વાગ્યાના અરસામાં સુજીત નામનો એક શખ્સ દિવાલ કુદીને હિંડન એરબેઝમાં ઘુસવાનો પ્રયાસ કર્યો.

જો કે એરફોર્સના સુરક્ષાકર્મીઓની નજર જતા તેમણે અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જતા અટક્યો ન હતો. જેથી સુરક્ષાદળોએ તેને ગોળી મારી હતી. આ ગોળીબારમાં તે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ભરતી કરાયો. જ્યાં સારવાર બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

એરબેઝમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા શખ્સની પૂછપરછમાં તે પ્રતાપગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આશંકા છે કે, સુજીત નામના ઝડપાયેલા સંદિગ્ધ શખ્સના તાર આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોઈ શકે છે અને પોલીસ તેની પૂછપરછ શરૂ કરી છે.

રવિવારે ગુપ્તચર એજન્સીઓએ વાયુસેનાને લશ્કર-એ-તૈયબાના છથી સાત આતંકી હિંડન એરફોર્સ સ્ટેશનને નિશાને બનાવી શકે તેવું એલર્ટ આપ્યું હતું. જે બાદ ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાં આવી હતી.

 

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!