GSTV
Gujarat Government Advertisement

હાર્દિકની મુસીબતમાં વધારો, હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી

હાર્દિક પટેલ

Last Updated on February 17, 2020 by Mayur

છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અને અલોપ થઈ ગયેલા અનામત આંદોલનના એક સમયના નેતા અને હાલ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલના કોઈ સગડ નથી મળી રહ્યા. આવા સમયે હાર્દિકની મુસીબતમાં હવે વધારો થયો છે. હાર્દિક પટેલ દ્રારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. અગાઊ 18મી જાન્યુઆરીના રોજ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી 25 તારીખે માણસા પોલીસ દ્રારા હાર્દિકની ધરપકડ થઈ હતી. ત્યારથી હાર્દિક ગાયબ છે અને કોઈ જગ્યાએ દેખાઈ નથી રહ્યો.

Hardik Patel Mahisagar

Tweet કરી ભાજપ પર કર્યા પ્રહાર

આ અંગે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરી પોતાની વ્યથા જણાવી હતી અને કહ્યું હતું કે, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી હોવાના કારણે ભાજપની સરકાર મારા પર ગાળીયો કસી રહે છે. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિન જામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ. જલ્દી મળીશું. જય હિન્દ…

પણ હું ઘરે નહોતો…

હાર્દિક પટેલ હવે સામે નથી આવી રહ્યો. છેલ્લા કેટલાય સમયથી તે ક્યાં ગયો છે તેની કોઈ માહિતી નથી. આવા સમયે તે માત્ર માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર દ્રારા જ ભાજપ સરકાર પર પ્રહાર કરતો રહે છે. તેણે ટ્વીટમાં પણ ચાર વર્ષ પહેલા થયેલા અનામત આંદોલન અંગેની વાત કરી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માંગી હતી. પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. 15 દિવસ પહેલા ધરપકડ કરવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી. પરંતુ હું ઘરે નહોતો.

18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી

આ અંગે હાર્દિક પટેલ પર કરવામાં આવેલ રાજદ્રોહનો કેસ સહિતના કેસ કરવામાં આવતા પાટીદારોએ પણ ચિંતન શિબીર યોજી હતી અને ખોટી રીતે પાટીદારના યુવાનો પર કેસ કરવામાં આવ્યા હોવાની વાત કરી હતી. આ અંગે હાર્દિક પટેલની પત્ની કિંજલે કહ્યું હતું કે, 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ શિબિરમાં હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ 50 ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.

24 તારીખ સુધી રહેવું પડ્યું જેલમાં

મહત્વનું છે કે હાર્દિક પટેલની 18 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હાર્દિક વિરૂદ્ધ એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. વારંવાર ગેરહાજર રહેતા હાર્દિકે બાદમાં હાજર રહીશ તેવી વાત ઉચ્ચારી હતી. આમ છતાં હાર્દિકને 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં રહેવાનો વારો આવ્યો હતો.

અને પછી હાર્દિક ગાયબ થઈ ગયો

એક રાત જેલમાં વિતાવ્યા બાદ પણ હાર્દિકની સમસ્યા ઠેરની ઠેર રહી હતી. કારણ કે વિરમગામ બાદ માણસા પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. તબક્કાવાર ધરપકડનો દોર યથાવત્ત રહ્યા બાદ હાર્દિક પટેલ છૂટ્યો ત્યારથી તે ગાયબ છે અને કોઈને પણ તેની માહિતી નથી. આ વાતને વારંવાર હાર્દિકની પત્ની કિંજલ પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં કહી ચૂકી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે ક્યાં છે હાર્દિક પટેલ ?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!