GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

હારીજ : મધ્યાહન ભોજનના સંચાલકોની હડતાળ, બાળકોને ભૂખ્યા રહેવાનો વારો

મધ્યાહ્ન ભોજન યોજનામાં જમતા પાટણના હારીજમાં બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા બાળકો ભુખ્યા રહ્યા છે.

સરકારે બાળકોને બે ટાઈમ મધ્યાહ્ન ભોજન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સીમિત પુરવઠામાંથી જ બાળકોને ખવડાવવાના હોવાથી મધ્યાહ્ન ભોજનના સંચાલકો હડતાળ પર ઉતરી ગયા. જેથી હારીજ તાલુકાના 74 કેન્દ્રો બંધ રહેતા બાળકો ભુખ્યા રહ્યા હતા.

હડતાળિયા કર્મચારીઓએ હારીજ મામલતદાર કચેરીએ આવી મામલતદારને આવેદન આપ્યું હતું. મધ્યાહ્ન ભોજનના સંચાલકોની દલીલ છે કે સરકારે મધ્યાહ્ન ભોજનના મેનુમાં ફેરફાર કર્યો છે અને બે વખત બાળકોને સીમિત પુરવઠામાંથી જ જમાડવાના છે.

બીજી બાજુ રસોઈયા અને મદદનીશનો પગાર ઓછો હોવાથી તેઓ રસોડાનું કામ કરવા તૈયાર નથી. જોકે હારીજની સોમનાથ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોએ પોતાના ખર્ચે હળવો નાસ્તો આપી બાળકોને સાચવ્યા છે.

Related posts

રાજકોટમાં પીજીવીસીએલનો છબરડો આવ્યો સામે, બે બેડરૂમવાળો ફ્લેટ ધરાવતા વ્યક્તિએ આવ્યું 9 લાખનું બિલ

Nilesh Jethva

Instagram લાવી રહ્યુ છે TikTok જેવું આ શોર્ટ વીડિયો ફીચર, કંપનીએ આ દેશમાં શરૂ કર્યુ ટેસ્ટિંગ

Ankita Trada

પેટાચૂંટણીને લઈવે મળેલી કોંગ્રેસની બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે આપી આ કડક સૂચના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!