GSTV
Gujarat Government Advertisement

હાથરસકાંડ : પીડિતાના પરિવારને પોલીસે ઘરમાં કર્યો કેદ, ફોન છીનવ્યો અને માર માર્યો, આચરાય છે બર્બરતા

Last Updated on October 2, 2020 by Karan

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના પરિવારમાં ભયનો માહોલ છે. પોલીસે પુત્રીના ઘરની ઘેરાબંધી કરી છે. કોઈને બહાર જવાની રજા આપમાં આવતી નથી. પણ યુવતિનો ભાઈ ખેતરમાં જવાના બહાને તે બહાર નીકળવામાં સફળ થયો હતો. પોલીસકર્મીઓની નજરથી છટકી ગયો હતો. ગામની બહાર મીડિયાના માણસો પાસે આવ્યો હતો અને તેણે ભાજપના યોગી સરકારની પોલીસ બર્બરતાની રૂવાંડા ઊભા થઈ જાય એવી કહાની કહી હતી.

પીડિતાના ભાઈએ જણાવ્યું કે અમારા પરિવારને ધમકી આપવામાં આવી રહી છે. તેની ભાભી મીડિયાને મળવા માંગે છે. ગઈકાલે ડી.એમ.એ તેની તાઉની છાતી પર લાત મારી હતી. ત્યારે તે પોલીસકર્મીઓની નજર તેના પર પડી અને તે ખેતર તરફ જવાના રસ્તે ભયભીત રીતે દોડતા ઘરમાંથી છટકી ગયો.

અમારો ફોન આંચકી લેવામાં આવ્યો

પીડિતાના ભાઈએ કહ્યું કે, યુવતિ માટે કંઇ થઈ રહ્યું નથી. અમારો ફોન આંચકી લેવામાં આવ્યો છે. અમને બહાર વાત કરવા કે નિકળવા કોઈને રજા આપી રહ્યા નથી. પરિવારના સભ્યોએ મને કહ્યું હતું કે તમારે લોકોને ફોન કરીને આ બધું જણાવવું જોઈએ. વાત કરવી છે. હું અહીં છુપાઇને આવ્યો છું. ગઈકાલે ડીએમે તેની છાતી પર લાત મારી હતી, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી. પછી ઓરડો બંધ હતો.

ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સામે વધી રહેલા અપરાધના કારણે યોગી સરકાર નિશાના ઉપર છે. તેમાં પણ હાલમાં હાથરસમાં થયેલી ઘટના બાદ આખો દેશ ઉકળી ઉઠ્યો છે. દેશના લોકો ઉત્તર પ્રદેશની સરકાર અને પ્રશાસન પર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. અધુરામાં પુરુ બલરામપુર યઅને ભદોહીમાં પણ આવી જ ઘટનાઓ સામે આવી છે. ચોતરફ આ ઘટનાના દોષીઓને કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે. તો સાથે જ લોકો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને મોદી સરકારના મૌન ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

 એવી સજા આપવામાં આવશે કે ભવિષ્ય માટે ઉદાહરણ બનશે

ત્યારે હેવે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશમાં માતાઓ અને બહેનોના સમ્માન-સ્વાભિમાનને નુકસાન પહોંચડવાનો માત્ર વિચાર કરનારા લોકોનો સમૂળ નાશ નિશ્ચિત છે. આ લોકોએ એવી સજા આપવામાં આવશે કે ભવિષ્ય માટે ઉદાહરણ બનશે. તમારી ઉત્તર પ્રદેશ સરકાર દરેક માતા અને બહેનની સુરક્ષા તેમજ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.’

આ સિવાય એવી પણ જાણકારી મળી છે કે હાથરસના ડીએમ અને એસપી સામે કાર્યવાહી થઇ શકે છે. જે રીતે હાથરસ પ્રશાસને જે રીતે આ આખા પ્રકરણને હેન્ડલ કર્યુ તેનાથી યોગી આદિત્યનાથ ઘણા નારાજ થયા છે. જેના કારણે એસપી અને ડીએમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

Gujarat Government Advertisement

Related posts

Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ

Damini Patel

મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી

Bansari

સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!