ટીએમસીએ સંસદ બહાર પેટ્રોલ અને ડીઝલના વધી રહેલી કિંમતનો વિરોધ કર્યો છે. ટીએમસી સાસંદોએ અનોખો વિરોધ કરતા હાથમાં કરતાલ અને પગમાં ઘુંગરૂ પહેર્યા હતાં. ટીએમસીના સાંસદોએ બેનર સાથે સરકારનો વિરોધ કર્યો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આતંરષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલી કાંચા તેલની કિંમતના કારણે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવના કારણે ટીએમસી બાદ કોંગ્રેસ પર સરકારનો વિરોધ કરી ચૂકી છે.