GSTV
Home » News » હાજર બજારમાં વિજળીની કિંમત 5 રૂપિયા પ્રતિ યુનિટ પર આવી જશે : વીજ સચિવ

હાજર બજારમાં વિજળીની કિંમત 5 રૂપિયા પ્રતિ યુનિટ પર આવી જશે : વીજ સચિવ

વીજ સચિવ એ. કે. ભલ્લાએ કહ્યું છે કે ઓછા વરસાદના કારણે જળવિદ્યુત ઉત્પાદનમાં ઘટાડો, પવન અને સૌર ઉર્જામાં ઘટાડો તથા પરમાણુ વીજ પ્લાન્ટની જાળવણી અને ગરમી વધવાના કારણે હાજર બજારમાં વિજળીની કિંમત 9 રૂપિયા પ્રતિ યુનિટથી ઉપર પહોંચી ગઈ. થર્મલ પાવર પ્લાન્ટોમાં કોલસાની આપૂર્તિ વધારવા સહિત સરકારના અન્ય પગલાથી વિજળીની કિંમત આજે 5 રૂપિયા પ્રતિ યુનિટ પર આવી જશે.

ઉલ્લેખનીય છે કે કાલે કારોબારી સત્રમાં વિજળીની હાજર કિંમત 9.38 રૂપિયા પ્રતિ યુનિટ પર આવી ગઈ હતી. વિદ્યુત પ્રવાહ પોર્ટલ અનુસાર એક્સચેંજોમાં 100 મેગાવોટ અધિશેષ વિજળીની ઉપલબ્ધતાથી આજે બપોરે સરેરાશ હાજર કિંમત 5.05 રૂપિયા પ્રતિ યુનિટ પર આવી ગઈ. ઉદ્યોગ મંડળના સીઆઈઆઈના પાવર ટ્રાન્સમિશન  ઉદ્યોગ પરના એક સંમેલન દરમ્યાન અલગથી વાતચીતમાં ભલ્લાએ કહ્યું કે હાજર બજારમાં વિજળીની કિંમત કાલે અચાનક 9 રૂપિયા પ્રતિ યુનિટ પર આવી ગઈ.

તેમા આજે ઘટાડો થશે અને તે 5 રૂપિયા પ્રતિ યુનિટ પર આવી જશે. કોલસાની અછત વિશે તેમણે કહ્યું કે પાવર પ્લાન્ટોમાં ઈંધણની અછત ચાલી રહી હોવાના કારણે કોલસાની આપુર્તિ વધારવામાં આવી રહી છે. તેનાથી વિજળી ઉત્પાદન વધશે.

અત્યારે પાવર પ્લાન્ટો માટે 2.5 કોલસાના રેક મોકલવામા આવી રહ્યા છે. કોલસા મંત્રાલયે તેને વધારીને ૨૨૫ રેક પ્રતિદિન કરવામાં આવશે તે માટે ખાતરી આપી છે. પવન ઉર્જામાં 7500 મેગાવોટ અને પરમાણુ ઉર્જા પ્લાન્ટના જાળવણી સબંધી કર્યોના કારણે બંધ થવાથી 2500 મેગાવોટનો ઘટાડો થયો છે આ અચાનક થયુ છે.

Related posts

રાજકીય પાર્ટીઓનું કવચ બનેલા ‘હિન્દુત્વ’ પર આગામી દિવસોમાં સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

Pravin Makwana

ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખતા સંગઠનમાં નવાજૂનીના એંધાણ

Nilesh Jethva

શાહરૂખ ખાનની સાસૂના ફાર્મહાઉસ પર 3.09 કરોડ દંડ, કોર્ટમાં આ બાબતે એકેય વખત હાજર નથી રહ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!