GSTV
Home » News » હવે સસ્તામાં ઘરનું ઘર મળશે : સરકારે 60 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા

હવે સસ્તામાં ઘરનું ઘર મળશે : સરકારે 60 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા

વર્ષ 2022 સુધીમાં ગરીબોને ઘરનું ઘર અાપવાના વાયદામાં સરકારે વધુ અેક પગલું ભર્યું છે. શહેરોમાં અાસમાને પહોંચેલા મકાનના ભાવ વચ્ચે ગરીબો માટે તો ઘરનું ઘર અેક સપનું બનીને રહી ગયું છે. અા સ્થિતિમાં સરકારની યોજનાને પગલે ગરીબોને થોડી રાહત મળી છે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોને ઘરનું ઘર અાપવા માટે મંગળવારે સરકારે રાષ્ટ્રીય શહેરી અાવાસ કોષ બનાવ્યો છે. જેમાં ઘર લેનારને બેંકો દ્રારા સસ્તા દરે લોન અાપશે. કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં અા તમામ નિર્ણયો લેવામાં અાવ્યા છે.  રાષ્ટ્રીય શહેરી અાવાસ કોષમાં 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. સરકારના અા નિર્ણયથી ગરીબોને સસ્તા ભાવે અને સસ્તા દરે ઘરનું ઘર મળી રહેશે. સરકારે વર્ષ 2022 સુધીમાં 1.2 કરોડ મકાનો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રધાનમંત્રી અાવાસ યોજના હેઠળ પણ 39.40 લાખ મકાનો બાંધવાની મંજૂરી અપાઈ ગઈ છે. જેમાંથી 17 લાખ મકાનો બનાવવાની કામગીરી શરૃ થઈ ગઈ છે.  પાંચ લાખ મકાન તો બનીને તૈયાર પણ થઈ ગયા છે. ગુજરાતમાં ગરીબો માટે મુખ્યમંત્રી અાવાસ યોજના હેઠળ ગરીબોને સસ્તામાં ઘર અાપવાની યોજના ચાલુ છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કે ન ફળ્યો હાર્દિકનો પ્રચાર, મળી કારમી હાર

Nilesh Jethva

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!