GSTV
Gir Somnath India ગુજરાત ટોપ સ્ટોરી

હવે ગુજરાતના સિંહોની ગર્જના મધ્યપ્રદેશમાં, ગુજરાત ૨૦ જેટલા સિંહો  મધ્યપ્રદેશને આપશે

આ મહિને દિલ્હી ખાતે ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના અભ્યારણ્ય ખાતે મોકલવા અંગે ઉચ્ચ કક્ષાની બેઠક થવાની છે.

આ બેઠકમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા(WII)ના નિષ્ણાંતો સિંહોના સ્થળાંતરનો સમગ્ર એકશન પ્લાન તૈયાર કરશે.

ગુજરાત સરકારના અધિકારીઓએ આ ટ્રાન્સફર પહેલા અભ્યારણ્યના ક્ષેત્રફળને ૩૪૫ સ્કવેર કિમીથી વધારીને ૭૦૦ સ્કવેર કિમી કરવા કહ્યું છે. કેમ કે સિંહને કુદરતી વાતાવરણમાં ઢળવા અને પોતાની શિકાર ટેરેટરી નક્કી કરવા માટે કેટલોક વિશાળ વિસ્તાર જોઈએ છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એકવાર મધ્યપ્રદેશ આ શરતોને પૂર્ણ કરે તે પછી જ તેઓ સિંહોના ટ્રાન્સફરને મંજૂરી આપી શકે છે.

નિષ્ણાંતો પ્રમાણે ૫-૬ સિંહણને ટ્રાન્સફર કરવાનો અર્થ છે ૨૦ જેટલા સિંહબાળને પણ ટ્રાન્સફર કરવામાં આવશે. કેમ કે પોતાની માતા પર આધાર રાખતા આ બાળસિંહોને જૂદા પાડી શકાય નહીં અન્યથા તેમના જીવન પર જોખમ આવશે.

WII દ્વારા તૈયાર કરવામાં આવેલ એકશન પ્લાન મુજબ ૮-૯ પુખ્તવયના સિંહ જેમાં ૫-૭ સિંહણ અને ૨-૩ સિંહનો સમાવેશ થાય છે તેમને પરિવાર સાથે મધ્યપ્રદેશ ટ્રાન્સફર કરવામાં આવશે.

WIIએ આ માટે એવા સિંહ પરિવારને ટાર્ગેટ કરવાનું વિચાર્યું છે જેમણે પહેલાથી જ ગીર અભ્યારણ્યની બહારના વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો છે. આ પ્લાનમાં જણાવ્યા મુજબ સિંહના જે જૂથને ટ્રાન્સફર કરવામાં આવશે તેમાંથી સૌથી યુવાન સિંહબાળ કમસેકમ ૨ વર્ષની ઉંમરનું હોય તેને જ અહીં રહેવા દેવામાં આવશે. કેમ કે નહીંતર અન્ય જૂથના સિંહ દ્વારા નાના સિંહબાળની હત્યા કરવામાં આવી શકે છે.

 

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda
GSTV