GSTV
Home » News » હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તંત્રને એલર્ટ કરાયું

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તંત્રને એલર્ટ કરાયું

છેલ્લા કેટલાય દિવસના વિરામ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 19 અને 20 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

પશ્વિમ બંગાળમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ બાદ રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાતં બે દિવસમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. વરસાદનું સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતમાં રહેવાનું છે. અમદાવાદમાં પણ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી બાદ તંત્રને એલર્ટ રહેવા કહી દેવાયું છે. તમામ જિલ્લા અધિકારીઓ અને કલેકટરને સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યની તમામ એજન્સીઓ અને સંસ્થાઓને પણ સ્ટેન્ડ ટુ પર રાખવામાં આવ્યા છે.

Related posts

ઉર્વશી નહી આ હસીનાને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા, હૉટ તો એટલી છે કે નજર નહી હટે

Bansari

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 3 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!