GSTV

કરન આચાર્યના હનુમાનની વધુ એક તસવીર વાયરલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે વખાણ

Last Updated on August 5, 2018 by Mayur

કર્ણાટકના રહેનારા કરન આચાર્યએ હનુમાનની તસવીર બનાવી અને ભારતભરમાં ફેમસ થઇ ગયા. હનુમાનની ગુસ્સાવાળી તસવીર બનાવ્યા બાદ કરન આચાર્યની આ તસવીર એટલી વાયરલ થઇ કે સોશિયલ મીડિયા પર અને કારની પાછળ પણ લોકો હનુમાનની તસવીર જ લગાવવા લાગ્યા. ત્યારે આ આર્ટિસ્ટે વધુ એક કારનામો કરી બતાવતા હનુમાનની તસવીર બનાવી છે.

આ તસવીરમાં કરન આચાર્યએ લાલ કલર કર્યો છે. જેમાં હનુમાન સાથે શ્રીરામ અને ભગવાન શંકરનું કોમ્બિનેશન કર્યું હોવાથી હનુમાન જ છે, તે કહેવું મુશ્કેલ છે. આમ છતા હનુમાને તેમને લોકપ્રિયતા અપાવી હોવાથી હનુમાનનું જ દ્રશ્ય હોવાનું લોકો માની રહ્યા છે.

હનુમાનની ગુસ્સાવાળી તસવીર પર જ આવીએ તો, આ તસવીર કરને ત્રણ વર્ષ પહેલા બનાવી હતી. ગ્રાફિક ડિઝાઇન કરતા કરનને આ વિચાર આવ્યો જે પછી તેણે લાલ કલરમાં હનુમાનની તસવીરનું નિર્માણ કર્યું.

કરન આચાર્યનું કહેવું હતું કે મારા મિત્રોએ મને તાત્કાલિક એક હનુમાનની તસવીર બનાવવાનું કહ્યું હતું, પરંતુ તેમણે એ પણ કહેલું કે હનુમાનની તસવીર બનાવતા સમયે તેમાં એટીટ્યુડ નાખજે. હનુમાનમાં સ્માઇલ ન નાખતો. વોટરમાર્કિંગ વિના મેં તાત્કાલિક વોટ્સએપ પર મારા મિત્રોને આ તસવીર મોકલી દીધી. જેથી તે જોઇ લે. થોડા સમય પછી મે જોયું તો મારી આજુબાજુના વ્હિકલ અને લોકોના વોટ્સએપ ડીપીમાં પણ આ તસવીર લાગેલી હતી.

આ ઘટના પછી અને કરન પોપ્યુલર થયો ત્યારબાદ તેણે કહ્યું છે કે હવે તો ફિલ્મમાં એનિમેશન માટેની પણ ઓફરો આવી રહી છે. લોકો હનુમાનજી કા આર્ટિસ્ટના નામે બોલાવે છે.

જણાવી દઇએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરનના વખાણ કર્યા હતા. અને તેનું નામ લઇ એટીટ્યુડ હનુમાનની તસવીરના પણ વખાણ કરેલા. પ્રધાનમંત્રી દ્વારા મળેલી તારીફથી કરન ખુબ ખૂશ થયો હતો.

Related posts

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!