GSTV
Ahmedabad ગુજરાત

હજ સબસિડી બંધ કરવા મામલે અહેમદ પટેલે કેન્દ્ર સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા

હજ સબસિડી બંધ કરવાના મામલે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સરકારને પત્ર લખ્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકી સરકારે લીધેલા પગલા સામે સવાલ ઉઠાવ્યા છે.

લઘુમતિ બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને લખેલા પત્રમાં અહેમદ પટેલે સવાલ ઉઠાવતા લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ 2012માં આદેશ કર્યો હતો કે તબક્કાવાર 10 વર્ષમાં સબસિડી ઘટાડી તેને બંધ કરવામાં આવે. તો પછી સરકારે ડેડલાઈનના ચાર વર્ષ પહેલા શા માટે સબસિડી બંધ કરી દીધી. વર્ષ 2014 થી 2017 દરમ્યાન હજ સબસિડી 401 કરોડથી ઘટાડી 200 કરોડ કરવામાં આવી છે ત્યારે અહેમદ પટેલે ઘટાડેલી સબસિડીના નાણા લઘુમતિના વિકાસ માટે કેટલા અને કયારે વાપરવામાં આવ્યા તેનો સરકાર પાસે હિસાબ માંગ્યો છે.

Related posts

પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા

Hardik Hingu

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu
GSTV