સ્વાસ્થ્ય સુધારનાર આદુ તમારી સુંદરતા પણ વધારશે, જાણો કેવી રીતે

આદુના ચમત્કારી ગુણો વિશે તમે સાંભળ્યું હશે પણ એનાથી સુંદરતા પણ વધે છે એનો તમને ખ્યાલ નહીં હોય. આદુમાં રહેલાં એન્ટી ઓક્સિડન્ટ એને ખાસ બનાવી છે. તેના સેવનથી સ્વાસ્થ્ય તો સારું રહે છે પણ સાથે જ સ્કીનની રોનક પણ વધે છે. આવો જાણીએ કેવી રીતે કરવો ઉપયોગ?

કરચલીઓ

આદુ ખાવાથી રક્ત સંચાર સારો થાય છે પરિણામે કરચલીઓ પણ દૂર થાય છે.

લોહીનું પરિભ્રમણ

આદુ ખાવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેના લીધે વાળ ઝડપથી વધે છે.

ખીલ

આનાથી ત્વચા પરના ડાઘ અને ખીલ મટે છે. આદુના એન્ટિસેપ્ટિક ગુણોના કારણે ચહેરાની આ બધી સમસ્યાઓ દૂર થાય છે.

ડેન્ડ્રફ

આદુનુ તેલ માથામાં નાખવાથી ખોડો મટે છે.

બળતરા

શરીરના કોઈ ભાગ પર બળતરા થતી હોય તો ત્યાં આદુનો રસ લગાવવાથી રાહત થાય છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter