એવું શું છે જે આપણને ભારતીય હોવા પર ગર્વ અનુભવાય છે ? સાથે જ આપણે બાકીની દુનિયાથી અલગ કરી છે. હકિકતમાં તે આપણને આત્મનિર્ભર થવાની ક્ષમતા અને આપણી અંદર આત્મ-સમ્માનની ભાવનાનું હોવું. સ્વાભિમાન ભારત એક એવું ઈનિશિએટિવ છે જે તમને દેશભરમાં એના ભારતીયોની કહાનીઓ દેખાડશે જે સરકારની મદદ વગર સમસ્યાઓનું સમાધાન કરી રહ્યાં છે. નવાચાર અને ઉપલબ્ધિઓની એવી કહાનીઓ જે બતાવે છે કે આપણે એક રાષ્ટ્રના રૂપમાં કેટલા મજબૂત છીએ. એવી જ એક કહાની છે સ્પેસટેક સ્ટાર્ટઅપની જે લોન્ચ માટે રોકેટનું નિર્મણ કરે છે. આ કહાની છે સ્કાઈરૂટ એરોસ્પેસની.

નાગા ભારત ડાકા અને પવન કુમાર ચંદના એક સમયમાં INDIAN SPACE RESEARCH ORGANISATIONમાં રોકેટ એન્જિનિયરના રૂપમાં કાર્યરત હતા. તેમણે પોતાની રોકેટ્સ ફેમીલી બનાવવા માટે 2018માં નોકરી છોડી સ્કાઈરૂટ એરોસ્પેસની શરૂઆત કરી. સ્કાઈરૂટનું મિશન ઓછી કિંમતમાં વિશ્વસનીય લોન્ચ વાહનોને વિકસીત કરવાનો છે જેથી અંતરિક્ષમાં પહોંચવા માટે લોકશાહીકરણ કરવામાં આવે.
આ ભારતની એક ખાનગી સ્પેસ લોન્ચ સ્ટાર્ટઅપ છે જેને એક સ્વદેશી રોકેટ એન્જિન બનાવવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. સ્કાઈરૂટે LAUNCH VEHICLE GUIDANCE, NAVIGATION AND CONTROL FUNCTION માટે ઈન-હાઉસ સોફ્ટવેર પણ વિકસીત કર્યો છે. અને હવે તે ફર્મ 2021ના અંત સુધીમાં પોતાનું પ્રથમ લોન્ચને લક્ષિત કરી રહ્યા છે.

અંતરિક્ષમાં સત્તાવાર રીતે ખાનગી ખેલાડીઓની ભાગીદારીને મંજૂરી આપનાર સરકાર સાથે, સ્કાઈરૂટ એરોસ્પેસ હવે આકાશ તરફ લક્ષ્ય સાધી રહ્યું છે.
READ ALSO
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ
- સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી
- સાવધાન! Twitter પર ભૂલથી પણ આવી ચીજોને ન કરો શેર, તુરંત બેન થઈ જશે અકાઉન્ટ