GSTV
Home » News » સ્વસ્થ જીવનશૈલી માટે જાગૃતિ અને માર્ગદર્શન આપવા ભાવનગર મેડીકલ કોલેજના ડૉકટરો સાયકલ પ્રવાસે

સ્વસ્થ જીવનશૈલી માટે જાગૃતિ અને માર્ગદર્શન આપવા ભાવનગર મેડીકલ કોલેજના ડૉકટરો સાયકલ પ્રવાસે

ડૉકટરોએ ભગવાનનું બીજું રૂપ હોય છે. જે સદૈવ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતો હોય છે અને લોકો નીરોગી રહે તે માટે ના ઉપાયો લોકોને આપે છે.

આવા જ એક ખાસ ઉદેશ્ય સાથે આજે ભાવનગર સરકારી મેડીકલ કોલેજ ખાતેથી 32 જેટલા ડૉકટરો અને તબીબી વિદ્યાર્થીઓની ટીમ ભાવનગરથી ભારત-પાક બોર્ડર પર આવેલા નડાબેટ સુધી સાયકલ પ્રવાસે જવા રવાના થઇ હતી. વહેલી સવારે 5.30 કલાકે તેઓ જવા રવાના થયા હતા. આ પ્રવાસ દરમ્યાન તેઓ રોગોને અટકાવવા માટે જરૂરી સ્વસ્થ જીવનશૈલી માટે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપશે.

આજે ભાવનગરમાં સરકારી મેડીકલ કોલેજ-ભાવનગર મેડીકલ એસોસિએશન-નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન-શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ તેમજ ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસિએશન બ્રાંચ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યના નાગરિકોમાં હ્યદયરોગ-હાઈ બ્લડપ્રેશર-ડાયાબિટીસ-ડિપ્રેશન-કેન્સર-મોટાપા-હાડકા નબળા પાડવા જેવી ગંભીર બીમારીઓ કે જે જીવનશૈલીના બદલાવ સાથે સંકળાયેલા છે.

આ રોગોને અટકાવવા માટે જીવનશૈલીમાં બદલાવ ખુબજ જરૂરી છે ત્યારે લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવા તેમજ તબીબો તથા હોસ્પિટલો સાથે દર્દી કે તેમના સગાઓ દ્વારા કરવામાં આવતા હિંસક હુમલા અટકે. તબીબી વ્યવસાય પ્રત્યે સંવેદનશીલતા લોકોમાં કેળવાય તેવા શુભ હેતુથી આજે ભાવનગરના 32 ડોક્ટરો અને ડોક્ટર વિદ્યાર્થીઓની એક ટુકડી સવારે 5.30 કલાકે ભાવનગર મેડીકલ કોલેજ ભાવનગરથી નડાબેટ (ભારત-પાક બોર્ડર) સુધી સાયકલ પર રવાના થઇ હતી.

તારીખ 20 થી 25 જાન્યુઆરી સુધીની ડોકટરોની આ સાયકલ યાત્રા કે જે “સ્વામી વિવેકાનંદ સ્વસ્થ્ય જીવનશૈલી યાત્રા” હેઠળ પ્રવાસ કરશે.આ ટીમ રવાના થતા પહેલા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભારત માતા કી જય ના નારા સાથે ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ ટીમમાં મેડીકલ કોલેજના ડીન ડૉ.ત્રિપાઠી પણ જોડાયા છે. તેમની સાથે એક બસ પણ રવાના કરવામાં આવી છે. આ ડોકટરો જ્યાં જ્યાં રાત્રી રોકાણ કરશે ત્યાં રોગો બાબતે તેમજ જીવનશૈલીમાં બદલાવ અંગે સમજણ આપશે તેમજ કેમ્પનું પણ આયોજન કરશે.

આ ટીમ 25 જાન્યુઆરીના રોજ નડાબેટ પહોચેશે જ્યાં તેઓ બી.એસ.એફ ના જવાનોનું હેલ્થ ચેકઅપ કરશે તેમજ પથરીના રોગ માટે ઉપયોગી અને અસરકારક એવા પર્ણકુટી છોડનું જવાનોને વિતરણ પણ કરશે.

 

Related posts

એક વિદ્યાર્થીએ ફોન કરી એવું પૂછી લીધું કે હંમેશાં શાંત રહેતા નીતિન પટેલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો

Mayur

શાહરૂખે કર્યું નવી ત્રણ ફિલ્મોનું એલાન, ડાયરેક્ટરોનું નામ જાણી કહેશો ‘ફિલ્મ બ્લોકબસ્ટર જ જશે’

Arohi

18 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, આર્ટિકલ 370ને રદ્દ કર્યા બાદ હવે મોદી સરકારની નજર આ બે અધ્યાદેશો પર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!