GSTV
Home » News » સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ કાર્યક્રમ સમયે જાણો કેમ કરાયા ખેડૂતોને નજરકેદ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ કાર્યક્રમ સમયે જાણો કેમ કરાયા ખેડૂતોને નજરકેદ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ કાર્યક્રમે જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારનારા ખેડૂતો આગેવાનોને નજરકેદ કરાયા છે. પીએમ મોદી કેવડિયા પહોંચે તે પહેલા જ બોડેલીનાં લઢોદ ખાતેની સરદાર સુગરનાં પીડિત ખેડૂતોના આગેવાનોને નજરકેદ કરી દેવાયા છે.

લઢોદ ખાતેની સરદાર સુગર ફેક્ટરીમાં વર્ષ ૨૦૦૭-૦૮ માં પીલાણ માટે આપેલી શેરડીના ૧૮૦૦ જેટલા ખેડૂતોના અંદાજે ૧૧.૬૨ કરોડ જેટલા નાણા આજે પણ ચૂકવવાના બાકી છે. સરકારી પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત સરદાર કો-ઓપરેટીવ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો વહીવટ ખાડે જતા ખેડૂતોના નાણા સલવાયા હતા.

દસ દસ વર્ષથી પોતાના હક્કનાં નાણા મેળવવા ખેડૂતોએ મુખ્યપ્રધાન સહીતના લોકોને રજૂઆતો કરી હતી. જો કે સુગર ફેક્ટરીના નામે રાજકીય રોટલા શેકાયા હતા. આખરે સુગર ફેક્ટરીની હરાજી પણ કરી દેવાઈ હતી. પરંતુ ખેડૂતોના નાણા મળ્યા નથી. જેને લઇ ખેડૂતો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં છે અને આજે તેઓ જળસમાધિનો કાર્યક્રમ કરે તે પહેલા તેમની અટકાયત થઈ છે.

Related posts

ગુડિયા ગેંગરેપ કેસમાં બંને આરોપી દોષી કરાર, એક આરોપીએ મીડિયાકર્મી પર હુમલાનો કર્યો પ્રયાસ – જુઓ VIDEO

Mansi Patel

આપઘાત કેસમાં સમાધાન : સાંસદ રમેશ ધડુકે દરમિયાનગીરી કરતા માલધારી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Nilesh Jethva

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ભારતની દુકાન વેંચી રહ્યા છે સામાન, કારણ જાણી ખુશ થઈ જશો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!