GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં વાયુ ચક્રવાત મામલે સઘન એલર્ટ , સમગ્ર પંથકમાં NDRF,NEAVY અને ARMYની ટૂકડીઓ સ્ટેન્ડ બાય

સૌરાષ્ટ્રમાં વાયુ ચક્રવાત મામલે સઘન એલર્ટ , સમગ્ર પંથકમાં NDRF,NEAVY અને ARMYની ટૂકડીઓ સ્ટેન્ડ બાય

જામનગર જીલ્લા પ્રસાસન આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સ્તરે સાબદું થયું છે. જામનગર જીલ્લાના સમુદ્ર કિનારે આવેલ ૨૫ ગામડાઓમાંથી આવતી કાલથી ૧૩૯૦૦ લોકોનું સ્થળાંતર શરુ કરાશે. આ લોકોને શાળાઓ, આશ્રમ અને સામાજિક હોલમાં મળી ૩૬ આવાસ સ્થળોએ આશ્રય આપવામાં આવશે.

બીજી તરફ બચાવકાર્ય માટે સ્ટેટ ડીજાસ્ટર રીપોન્સ ફોર્સ અને એનડીઆરએફની એક-એક ટુકડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં આર્મીની છ ટુકડીઓ પૈકી પાંચ અન્ય જિલ્લાઓને ફાળવી દેવામાં આવી છે.ઉપરાંત નેવીના ૫૦૦ જવાનોને પણ આપત્કાલીન મદદમાં તૈયાર કરાયા છે.

સૌરાષ્ટ્રમાં જામનગરમાં જ હેલીપેડ હોવાથી અહીથી સમગ્ર જિલ્લાઓમાં આવાગમન માટે વ્યવસ્થા કરાશે…અમરેલીના રાજુલા જાફરાબાદના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે…દરિયાકાંઠા નજીક આવેલા ગામોમા કાચા મકાન છાપરા,નળીયાવાળા મકાનોમા રેહતા લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઇ છે…

રાજુલાના પ્રાંત અધિકારીએ ગામડે ગામડે માયક રીક્ષા સાથે લોકોને જાગૃત કરીને મકાનો ખાલી કરવા સૂચના આપી હતી..ગામડામા અતિશય નબળા મકાનોમા રેહતા લોકોને સુરક્ષિત જગ્યા પર રેહવા સૂચના આપવામાં આવી છે..જો સ્થળાંતર કરવાની જરૂર પડશે તો નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવશે..

તો રાજુલા જાફરાબાદ પંથકના અસરગ્રસ્ત ગામોમાં એન.ડી.આર.એફ. ની ટીમો પહોંચી છે..એન.ડી.આર.એફ.ના જવાનોએ અસરગ્રસ્ત થઇ શકે તેવા ગામોની વિઝિટ કરી છે…તો દરિયાકાંઠે આવેલા ઉધોગ ગૃહોને 2 દિવસ બંધ રાખવા સૂચના અપાઇ છે.

READ ALSO

Related posts

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

દેશ આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિથી સંઘર્ષ કરી રહ્યો છે: કોંગ્રેસ

Path Shah

જ્યારે હોસ્પિટલનાં એક દર્દીએ 4 લોકોની કરી હત્યા અને ઘણાને કર્યા ઘાયલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!