GSTV

સૌરાષ્ટ્ર અને કચ્છમાં જીએસટીના આ 15 પેઢીઓ પર દરોડા, વેપારીઓમાં ફફડાટ

સૌરાષ્ટ્ર અને કચ્છ જીએસટી વિભાગ સક્રિય થતા આજે પણ અધિકારીઓએ દરોડાનો દોર  યથાવત રાખ્યો હતો. જેમાં રાજકોટ અને કચ્છ ડિવિઝનના અધિકારીઓએ સિરામીક અને જીનીંગ માલિકો સહિત 15 ડિફોલ્ટરો પેઢીઓ ઉપર દરોડા પાડ્યા હતા. આ એવા વેપારીઓ છે જેમને છેલ્લા છ મહિનાથી જીએસટી રિટર્ન ફાઇલ કર્યુ નથી આથે તેમને ડિપાર્ટમેન્ટ દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમની સામે જીએસટી નંબર રદ તેમજ દંડ ભરવા સહિતની કડક કાર્યવાહી કરાશે.

વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો

રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રૃ કચ્છમાં જુદાજુદા વેપારીઓ પર બાકી વેરાની વસુલાત માટે  આજે  જીએસટી વિભાગે દરોડાનો દોર શરૂ રાખ્યો હતો. જેના કારણે  વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે જેમાં રાજકોટ ડિવિઝનમાં મોરબીમાં 5 સીરામીક અને એક લેમિનેટ ઉદ્યોગ ઉપરાંત રાપરમાં-વેરાવળમાં ત્રણ જીનીંગ પેઢીઓ  અને કચ્છ-ગાંધીધામમાં લોખંડ અને કેમિકલના વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. ગોંડલમાં પણ જીનીંગ માલિકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. રાજકોટમાં કોરલ સિરામીક ઉદ્યોગ તેમજ તેની સાથે સંકળાયેલી અન્ય પેઢીઓને પણ ઝપટમાં લીધી હતી.

જીએસટીની દંડ સાથે વસૂલાત કરવામાં આવશે.

 હાલમાં તમામ વેપારીઓ ટેકસની ચોરી કરી સરકારને ચુનો ચોપડતા હતા. હવે તમામને તેમના પેન્ડિંગ રીટર્ન ભરાવી તેમની પાસેથી જીએસટીની દંડ સાથે વસૂલાત કરવામાં આવશે. રીટર્ન ભરવામાં વેપારીઓની બેદરકારીને લીધે સરકારનો ટેક્સ ફસાઇ જતો હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. જીએસટીના રીટર્ન નિયમિત ન ભરનારા વેપારીઓની સંખ્યા સૌરાષ્ટ્રમાં ઘણી મોટી હોવાથી તમામ સામે તપાસ કરવામાં આવશે.

Related posts

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah

ઘાતક કોરોના/ છેલ્લા 24 કલાકમાં વધુ 1564 પોઝિટિવ કેસ નોંધાયા, 16ના નિપજ્યા કરૂણ મોત: પરિસ્થિતિ વધુ ગંભીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!