GSTV
Home » News » સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની ઈચ્છા રાખનારા થઇ જાય સાવધાન!

સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની ઈચ્છા રાખનારા થઇ જાય સાવધાન!

સોશિયલ મીડિયા પર વધુ લાઈક અને ફોલોઅર્સની ઈચ્છા રાખનારાઓને સાવચેત કરતી ઘટના સુરતમાં સામે આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવીને અન્ય યુવતીઓ સાથે ઇન્સ્ટાગ્રામ પર મૈત્રી કરી, તેમના ન્યૂડ ફોટો અપલોડ કરી દેવાની ધમકી આપનાર 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભેલા આ આરોપીનું નામ છે પ્રકાશ ચૌધરી. ભટાર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય પ્રકાશ ચૌધરીનું કામ સોશિયલ મિડીયા પર યુવતીઓને બ્લેકમેઇલ કરી પૈસા ખંખેરવાનું છે. પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ફેક આઇડી બનાવી અન્ય યુવતીઓને વિશ્વાસમાં લઇ તેમની સાથે મૈત્રી કેળવી મેસેજની આપ લે કરતો. ત્યારબાદ યુવતીઓ જેવી પ્રકાશના વિશ્વાસમાં આવી જાય ત્યારે તે યુવતીઓના પ્રોફાઇલના ફોટોને ફોટોશોપ થકી ન્યૂડ કરી વાયરલ કરી દેવાની ધમકી આપતો. સુરતના ડુમસ પોલીસ મથકમાં એક યુવતીએ ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

પ્રકાશની યુવતીઓને ફસાવવાની મોડસ ઓપરેન્ડી જોઇએ તો તે યુવતીના નામે ફેક આઇડી બનાવી તેના પર યુવતીનો ફોટો મુકતો. ત્યારબાદ તે અન્ય યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો. સામેની યુવતીને ભરોસો બેસે તે માટે તે સિસ્ટર અને દીદી જેવા શબ્દો વાપરી વાતની શરૂઆત કરતો. સાથે જ કોઇ યુવતીનો વોઇસ મેસેજ પણ મોકલતો. યુવતીઓ વિશ્વાસમાં આવે એટલે પ્રકાશ તેના નંબર મેળવી તેના ફોટા મંગાવતો હતો. અને એક વખત ફોટા મળી ગયા બાદ તેને મોર્ફ કરી ન્યૂડ ફોટા યુવતીઓના નંબર પર મોકલતો અને સોશિયલ મિડીયા મારફતે વાયરલ કરવાની ધમકી આપતો.

ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશ મોબાઇલની તપાસ હાથ ધરી તો ફરિયાદીની જેમ અન્ય 15 યુવતીઓ પણ તેના બ્લેકમેઇલીંગનો ભોગ બની હોવાનું ખુલ્યું છે. આરોપી પ્રકાશ બ્લેકમેઇલ કરી પેટીએમ મારફતે રૂપિયાની માંગણી કરતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ સોશિયલ મીડિયાનો વધુ મોહ રાખતા અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં અજાણ્યા યુવકો સાથે સંપર્ક કેળવતા લોકો માટે આ કિસ્સો લાલબતી સમાન છે.

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!