GSTV
Home » News » સોમવારે ભોળેનાથને આ રીતે કરો અભિષેક, દરેક મનોકામના થશે પૂર્ણ

સોમવારે ભોળેનાથને આ રીતે કરો અભિષેક, દરેક મનોકામના થશે પૂર્ણ

shivling

ભગવાન શંકરનો સૌથી પ્રિય વાર એટલે સોમવાર. એવું કહેવાય છે કે ભગવાન શંકર ખૂબ જ ભોળા ભગવાન છે અને આથી જ તેને ભોલેનાથ નામ આપવામાં આવ્યું છે. જો કોઈ પણ ભક્ત સાચા દિલથી ભગવાન શંકરની પૂજા અર્ચના કરે તો તેના કારણે ભગવાન શંકરને પ્રસન્ન કરી શકે છે. અને પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સોમવારના દિવસે કરવામાં આવતા અમુક એવા ઉપાયો વિશે કે જેના કારણે તમારા ભાગ્ય ની અંદર રહેલી દરેક પરેશાનીઓ થઈ જશે દૂર, તો ચાલો જાણીએ સોમવારના ઉપાયો વિશે.

સોમવારના દિવસે જો કોઈ પણ સુહાગણ સ્ત્રી પોતાના સુહાગની નિશાની ધરાવતી વસ્તુઓનું દાન કરે તો તેના કારણે તે સ્ત્રી ઉપર ભગવાન શંકર પ્રસન્ન થાય છે. અને સાથે સાથે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

સોમવારના દિવસે તમારે સવારે વહેલા ઉઠી તમારી બધી જ ક્રિયાઓ પૂર્ણ કરી ત્યારબાદ શંકર મંદિર ની અંદર જવું પડશે. ત્યારબાદ ભગવાન શંકરને કાચા દૂધનો અભિષેક કરવો અને અભિષેક કર્યા બાદ શિવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી માત્ર થોડા દિવસોની અંદર તમારા જીવનમાં આવી રહેલા બધા જ સંકટો દૂર થઈ જશે અને તમારી બધી જ પરેશાનીઓ હલ થઈ જશે.

ભગવાન શંકરના વાર એટલે કે સોમવારના દિવસે જો ભગવાન શંકરની સાથે સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ દ્વારા સ્નાન કરાવવામાં આવે અથવા તો ગંગાજળનો અભિષેક કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિને તેનું શુભ પરિણામ મળે છે. ભગવાન શંકર માતા પાર્વતી અને નંદીને ગંગાજળનો અભિષેક કર્યા બાદ લાલ ચંદન ચોખા બિલીપત્ર ધતૂરો અને આકડાના ફળ ચડાવવા જોઈએ. ત્યારબાદ જો 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તેના કારણે ભગવાન શંકરની સાથે સાથે માતા પાર્વતીની કૃપા પણ તમારા ઉપર બની રહે છે.

સોમવારના દિવસે મહાદેવના મંદિરમાંથી આ પૂજાવિધિ કર્યા બાદ મંદિરમાંથી બહાર નીકળી કોઈપણ ગાયને લીલો ચારો ખવડાવવો જોઇએ. સાથે સાથે ગરીબોને ભોજન અથવા તો યથાશક્તિ દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શંકર તમારા ઉપર જલ્દીથી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar