GSTV

સોમવારથી કેન્દ્ર સરકારના બજેટ સત્રનો પ્રારંભ : સ્પિકરે બોલાવી સર્વપક્ષીય બેઠક

કેન્દ્રીય બજેટના ચાર દિવસ પહેલા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોના સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. આ બજેટ સત્રમાં સરકાર ટ્રિપલ તલાક પર કાયદા સબંધિત ખરડો અને અન્ય પછાત વર્ગના પંચને બંધારણીય દરજ્જો પ્રદાન કરતા બિલને પારીત કરાવવાની પુરજોર કોશિશ કરશે.

કેન્દ્રીય બજેટના રજૂ થવાના ચાર દિવસ પહેલા આગામી બજેટ સત્ર સુચારુપણે ચાલે તેના માટે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને રવિવારે સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું છે. બજેટ સત્રમાં ટ્રિપલ તલાક સહીત વિભિન્ન મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ટકરાવની પ્રબળ આશંકા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સોમવારે આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન અને ટોચના વિપક્ષી નેતાઓ સંસદમાં ઉઠાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

બજેટ સત્રનો પહેલો તબક્કો 29 જાન્યુઆરીથી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 29 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. બાદમાં પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સંસદમાં પોતાના પહેલા સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પછાત અને નબળા વર્ગોના વિકાસ અને સશક્તિકરણ માટે સરકાર દ્વારા થઈ રહેલી કોશિશોને રેખાંકીત કરે તેવી શક્યતા છે.

2019ની લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકારનું આખરી પૂર્વ બજેટ હશે. તેને કારણે 2018ના કેન્દ્રીય બજેટમાં લોકોને લોભાવવાની કોશિશ જોવા મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. જો કે વડાપ્રધાન મોદીએ આવી અટકળોને એક ઈન્ટરવ્યૂમાં રદિયો આપ્યો છે. નવમી ફેબ્રુઆરી પછી રજાઓ બાદ બજેટ સત્રનો બીજો તબક્કો પાંચમી માર્ચે શરૂ થશે અને છ એપ્રિલ સુધી ચાલશે.

બજેટ સત્ર દરમિયાન સરકાર ટ્રિપલ તલાક અને ઓબીસી પંચને બંધારણીય દરજ્જો અપાવવા માટેના બિલને પારીત કરાવાવની કોશિશ કરે તેવી શક્યતા છે. આ બંને બિલ ભાજપ માટે રાજકીય રીતે ઘણાં મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરમાન્ય ઠેરવ્યા બાદ લોકસભાએ ટ્રિપલ તલાકના મામલામાં દોષિત શોહરોને કેદની સજા આપવાની જોગવાઈવાળું બિલ મંજૂર કર્યું છે. જો કે રાજ્યસભામાં આંકડાના ખેલમાં ટ્રિપલ તલાકનું બિલ વિપક્ષી દળોની એકજૂટતામાં આંકડાના ખેલમાં અટવાયું છે. રાજ્યસભામાં સરકાર લઘુમતીમાં છે. ભાજપ ઓબીસી પંચને બંધારણીય દરજ્જો પ્રદાન કરીને અન્ય પછાત વર્ગોની વચ્ચે પોતાના જનાધારને વધુ મજબૂત કરવાની મનસા ધરાવે છે. બંધારણીય દરજ્જો મળ્યા બાદ ઓબીસી પંચ મજબૂત બનશે.

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

બિહાર/ NDAમાં નક્કી થઈ ગયું કઈ પાર્ટીને કેટલી મળશે સીટ, 104 પર JDU અને 100 પર લડશે BJP

Pravin Makwana

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!