GSTV
Home » News » સોમનાથ મંદિરે શિવરાત્રિ નિમિત્તે શું કાર્યક્રમો યોજાશે ? : જાણો રસપ્રદ વિગતો

સોમનાથ મંદિરે શિવરાત્રિ નિમિત્તે શું કાર્યક્રમો યોજાશે ? : જાણો રસપ્રદ વિગતો

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા દરેક યાત્રીને દર્શન થઈ શકે તે માટે એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે. આ ઉપરાંત પાર્કીંગ, રહેવા જમવા ઉપરાંત સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મંગળવારે મહાશિવરાત્રીએ પરોઢિયે ચાર વાગ્યાથી ભક્તો દર્શન કરી શકશે અને અવિરત 42 કલાક સુધી મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. દરમિયાન ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખી યાત્રા, ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શિવભક્તો માટે મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરાયું છે. મહાશિવરાત્રીના દિવસે સવારે 9:00 થી સાંજે 6:00 સુધી સૌ પ્રથમ વખત થેરાપી આધારીત સંગીતના સાત સૂરોથી મહામૃત્યુજંય મંત્ર થશે. સંગીતકાર નયન વૈષ્ણવ તેમના સાથી કલાકારો સાથે તન-મનની શાંતિની અલૌકિક અનુભૂતિ સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરતો કાર્યક્રમ રજૂ કરશે. તો મહાદેવજીની પાલખી યાત્રામાં વિવિધ ધૂન મંડળીઓ અને રાસમંડળીઓ જોડાશે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત ત્રિદિવસીય ઉત્સવમાં સોમનાથ ચોપાટી પર 500થી વધુ કલાકારો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષામાં આવતું હોવાથી તેની ચારેય બાજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. તો દરિયાઈ માર્ગોમાં પણ સુરક્ષા જવાનોને તૈનાત કરાયા છે..

 શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરનો કાયઁક્મ..

– મંદિર ખુલવાનો સમય        :- સવારે 4:00

– પ્રાતઃમહાપૂજા પ્રારંભ :- સવારે 6:00

– પ્રાત:આરતી :- સવારે 7:00

– મહામૃત્યુજંય યજ્ઞ :- સવારે 7:30

– નૂતન ધ્વજારોહણ :- સવારે 8:00

– હોમાત્મક લઘુરૂદ્ર પ્રારંભ :- સવારે 8:30

– પાલખીયાત્રા (સોમનાથ મંદિર પરીસર) :- સવારે 9:00

– શોભાયાત્રા ( વેરાવળ થી પ્રારંભ) :- સવારે 9:00

– મધ્યાહન મહાપૂજા :- સવારે 11:00

– મધ્યાહન આરતી :- બપોરે 12:00

– શ્રૃંગાર દશઁન :- સાંજે 4 થી 8:30

– જયોતીપૂજન :- સાંજે 6:30

– સાયં આરતી :- સાંજે 7:00

– પ્રથમ પ્રહરપૂજન :- રાત્રે 8:45

–  પ્રથમ પ્રહર આરતી :- રાત્રે 9:30

– દ્વીતીય પ્રહર આરતી :- રાત્રે 12:30

– તૃતીય પ્રહર આરતી :- રાત્રે 12:30

– તૃતીય પ્રહર પૂજન :- રાત્રે 2:45

– તૃતીય પ્રહર આરતી :- રાત્રે 3:30

– ચતૃથઁ પ્રહર આરતી :- સવારે 5:30

Related posts

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva

ગ્લોબ માસ્ટર વિમાન મારફતે ડોનાલ્ડ ટ્રમ્પની બંને ‘બિસ્ટ કાર’ આવી પહોંચી અમદાવાદ

Nilesh Jethva

ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધ દરમિયાન હિંસા, ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!