GSTV
Home » News » સોમનાથની પાલખીયાત્રામાં જુઓ ‘અમિતાભ બચ્ચન’ ! : લોકોમાં જગાવ્યુ આકર્ષણ

સોમનાથની પાલખીયાત્રામાં જુઓ ‘અમિતાભ બચ્ચન’ ! : લોકોમાં જગાવ્યુ આકર્ષણ

મહાશિવરાત્રિને લઈને 12 જ્યોર્તિલિંગમાં પ્રથમ ક્રમ મેળવનારા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિ પર વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કમાડ ખુલી ગયા હતા. તેમજ શ્રદ્ધાળુઓ જય સોમનાથનો નારો બોલાવ્યો હતો. જે બાદ સવારે છ વાગ્યાથી પ્રાતઃ આરતીનો પ્રારંભ થયો અને સાત વાગ્યે આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

મહાશિવરાત્રિ પર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી હતી. ડમરુ,શરણાઈના નાદ સાથે નીકળેલી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.તેમજ પાલખી યાત્રા દ્વારા મંદિરની પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. પાલખીયાત્રામાં સુ૫રસ્ટાર અમિતાભ બચ્ચન જેવા દેખાતા એક વ્યક્તિએ હાથમાં ડમરૂ સાથે લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું.

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. ત્યારે સોમનાથ મંદિરે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. સોમનાથ મહાદેવના મંદિર પરિસની બહાર પણ સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે.

સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશ્વરાત્રિ પર ધ્વજા રોહણ કરવામાં આવી હતી. ધ્વજારોહણ પહેલા ધ્વજાની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. ધ્વજાની પૂજામાં શ્રદ્ધાળુઓએ જોડાઈને ધન્યતા અનુભવી હતી. બાદમાં શિવધૂન સાથે ધજાને લઈ જવામાં આવી. અને સોમનાથ મહાદેવના જયઘોષ સાથે ધ્વજારોહણ કરવામાં આવી. આ સમયે સીએમ વિજય રૂપાણીના પત્નિ અંજલીબહેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ ધ્વજારોહણ બાદ ધ્વજાને નમન કર્યા હતા.આ સાથે જ પાલખી યાત્રામાં રહેલી ભગવાન શિવની પ્રતિકૃતિને પણ શિશ ઝુકાવ્યુ હતુ.

 

મહાશિવરાત્રિના પર્વ પર સોમનાથ મહાદેવની મધ્યાહન આરતી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુનો ધસારો જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ મધ્યાહન આરતીમાં સામેલ થઈને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં વહેલી સવારથી મહાપૂજા, પ્રાતઃકાળ આરતી, ધ્વાજારોહણ, યજ્ઞ અને પાલખી યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યાં મધ્યાહન આરતી પર પણ ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું.

Related posts

લડાઈ ભલે લાંબી હોય અમે પાછળ હટશું નહીં, સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાને પત્ર લખ્યો

Mayur

વડાપ્રધાનના સ્વાગત માટે વારાણસી થયું ‘મોદીમય’ નૃત્ય અને રંગોળી સાથે ભવ્ય વેલકમ

Mayur

જો જો ક્યાંક આવી ભૂલ ન કરતાં, નહી તો તમારુ Whatsapp થઇ જશે બ્લૉક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!