GSTV
Home » News » સોમનાથથી ભાવનગરના હાઈવે બિસ્માર, રસ્તા પર મોટા ખાડા

સોમનાથથી ભાવનગરના હાઈવે બિસ્માર, રસ્તા પર મોટા ખાડા

સોમનાથ અને ભાવનગર વચ્ચેનો નેશનલ હાઈવે સામાન્ય વરસાદ બાદ બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે પર મોટા ખાડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. નેશનલ હાઈવનું કામ હજી પુરૂ નથી થયું ત્યા રસ્તાએ વહીવટી તંત્રની પોલ ખોલી છે.

સોમનાથથી ભાવનગર વચ્ચેના હાઈવેનું કામ હજી ચાલુ છે અને ત્યા તંત્રની કામગીરીની પોલ ખુલી છે. નેશનલ હાઈવે પર પડેલા મસ મોટા ખાડાના કારણે રસ્તા પરથી રસાર થતાં વાહનો જાણે ડાન્સ કરી રહ્યા હોય તેવુ લાગે.  ખરાબ રસ્તાન કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક રાહદારીઓ રોષે ભરાયા છે.

હાઈવે પર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર રહે છે. જેથી અહીં અકસ્માતનો ભય સતત સતાવે છે. ખરાબ રસ્તાના કારણે રિક્ષા ચાલકોની પણ મુશ્કેલી વધી છે.

નેશનલ હાઇવે પર આવેલા  ગ્રામજનોનું કહેવુ છે કે, ધૂળની ડમરી ઉડવાના કારણે પાકને પણ નુકસાન થાય છે. ત્યારે નેશનલ હાઈવેને ફરીવાર બનાવવામાં આવે તેવી માગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં  આવી છે.

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!