GSTV
Home » News » સોનાની આયાત યોજનામાં ચિદમ્બરમની ભૂમિકા સામે સવાલ ઉઠાવતી સંસદિય સમિતિ

સોનાની આયાત યોજનામાં ચિદમ્બરમની ભૂમિકા સામે સવાલ ઉઠાવતી સંસદિય સમિતિ

દેશના ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી વધી શકે છે. સંસદની પીએસી સમિતિએ સોનાની આયાત અંગે પી. ચિદમ્બરમની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા છે. સમિતિનું કહેવુ છે કે ચિદમ્બરમે નાણા પ્રધાનના પદેથી સોનાની આયાત યોજનાને 2013માં મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ 100 કિલોગ્રામથી વધુ સોનાના આયાત કરતી કંપનીને ઈમ્પોર્ટ ડ્યૂટી છુટ આપવામાં આવતી હતી. સાથે વેપારીઓને સોનાની આયાત કરવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવતી હતી જ્યારે કોઈ વેપારીએ ગત્ત વર્ષે 20 ટકા સોનાની નિકાસ વેરાની ચૂકવણી કરી હોય.

અગાઉ કેગના 2016માં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં પણ આ યોજના મામલે સવાલ કરવામાં આવ્યા હતાં. કેગના રિપોર્ટ મુજબ 2013થી 2015 વચ્ચે આ યોજનાને લાગુ કરવામાં આવતા દેશને 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. મહત્વનું છે કે કાર્તિ બાદ પી. ચિદમ્બરમની પણ મુશ્કેલી વધી શકે છે. કાર્તિને સીબીઆઈએ મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હીની પટિયાલા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!