સેન્સેકસના 31માંથી એક જ કંપની પોઝીટીવ ઝોનમાં, શેરબજારમાં સવારમાં કડાકો

સોમવારના યુએસ બજારના કડાકા બાદ ગઈકાલે બંધ રહેલ ભારતીય બજારમાં આજે ભારે વેચવાલી જોવા મળવાની પૂરેપુરી આશંકા હતી અને બુધવારના શરૂઆતી સત્રમાં બેંચમાર્ક ઈન્ડાયસિસમાં ભારે કડાકા સાથે જ શરૂઆત થઈ છે. 10.10 કલાકે બીએસઈ સેન્સેકસ 413 અંકોના મસમોટા કડાકા સાથે 35,057ના લેવલે અને નિફટી 50 સૂચકઆંક 117 પોઈન્ટ ડાઉન 10,546ના સ્તરે કામકાજ કરી રહ્યાં છે. આમે તો બજારમાં સાર્વત્રિક વેચવાલી છે પરંતુ, ખાનગી બેંકો, આઈટી શેરો સૌથી વધુ દબાણ સર્જી રહ્યાં છે.

આજના ટોપ લુઝર્સમાં રિલાયન્સ, ટીસીએસ, ઈન્ફોસિસ અને કોટક બેંકનો સમાવેશ થાય છે. બજારની સ્થિતિનો ત્યારે જ ખ્યાલ આવશે જ્યારે આપણે જોઈએ કે સેન્સેકસના 31માંથી એકમાત્ર HCL ટેક જ પોઝીટીવ ઝોનમાં છે, અન્ય બધા જ શેર નેગેટીવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યાં છે. બેંચમાર્ક કરતા બ્રોડર માર્કેટમાં સામાન્ય ઓછી વેચવાલી છે. બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 1.60% અને સ્મોલકેપ ઈન્ડેકસ 1.62% તૂટ્યાં છે. 1508 ઘટનારા શેરની સામે માત્ર 384 શેર જ ઘટ્યાં છે અને 92 શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળી રહ્યો.

  • મોર્નિંગ ટ્રેડ :
  • બીએસઈ ખાતે બધા જ સેક્ટોરિયલ ઈન્ડાયસિસ નેગેટીવ ઝોનમાં ક્રૂડની મંદીને પગલે બીએસઈ ઓઈલ એન્ડ ગેસ સૌથી ઓછું 0.58% માઈનસ ફાર્મા અને રિયલ્ટીમાં સૌથી વધુ 1.80%નો કડાકો
  • PSU બેંકિંગ ઈન્ડેકસમાં 1.91%નો ઘટાડો નિફટી બેંક ઈન્ડેકસ 1%, 200 અંક ગગડ્યું
  • NSE 50 ખાતે 5 શેરો પોઝીટીવ ઝોનમાં 5માંથી 3 ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના,
  • IOC-BPCL-HPCL ઝી એન્ટમાં 3%નો પ્રત્યાઘાતી ઉછાળો
  • ડોલરની સામે રૂપિયો 18 પૈસા મજબૂત, ડોલર ઈન્ડેકસ ચાર માસના તળિયે
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter