GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સુરત: કારચાલકે હાથ અદ્ધર કરતા યુવકના મિત્રોની પોલીસ સમક્ષ ન્યાયની માંગ

સુરતના ઉમરા વિસ્તારમાં કાર ચાલકે બાઇકસવારને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભોગ બનનાર યુવકને સારવાર મામલે કારચાલકે હાથ અદ્ધર કરી દેતા યુવકના મિત્રો અને પરિવારજનોએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી.

મૂળ ઝારખંડનો વતની અને હાલ પનાસ ગામમાં રહેતો મનોહર રાઉત ઉમરામાં આવેલી લારી પર ઉભો હતો. તે દરમ્યાન કારચાલકે તેને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે કારચાલકે તેની ભૂલ સ્વીકારી મનોહરની સારવારનો ખર્ચ આપવાનું સ્વીકારતા સૌપ્રથમ મનોહરને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં વધુ ખર્ચ આવે તેમ હોવાથી કારચાલકે હાથ અદ્ધર કરી દીધા હતા. જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ બહોળી સંખ્યામાં એકઠા થઇ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસે ઢીલી નીતિ અપનાવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Related posts

શહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ

pratik shah

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah

લગ્ન બાદ પૂર્વ પ્રેમી કરી રહ્યો હતો બ્લેકમેલ, પરિણીતાએ એવું છટકું ગોઠવ્યું કે….

Arohi
Do NOT follow this link or you will be banned from the site!