GSTV
Gujarat Government Advertisement

સુરત: કતારગામમાં જૂથ અથડામણ, રાયોટિંગના 3 ગુના નોંધાયા

Last Updated on December 26, 2017 by

સુરતમાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. અસામાજિક તત્વો હોય કે પછી ગુનેગારો જેઓને પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તેવી રીતે ઘટનાઓને અંજામ આપતા જોવા મળે છે.

સુરતના કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે થયેલી મારામારી બાદ અજંપાભરી શાંતિ છે. અહીં તકરારે મોટું સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો વચ્ચે ખુલ્લી તલવારો અને ઘાતક હથિયારો ઉછળ્યા હતા. જેમાં ત્રણથી ચાર લોકો પર જીવલેણ હુમલો કરાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં પણ બંને પક્ષો વચ્ચે હિંસક મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતુ. આ મામલે રાયોટિંગના ત્રણ ગુના નોંધાયા છે. બંને પક્ષોએ સામ-સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. હોસ્પિટલમાં મારામારી બદલ પણ ગુનો નોંધાયો છે. જોકે પોલીસ હજુ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.

મળતી માહિતી અનુસાર, ભરત મેવાડા અને ભુરીયા નામના શખ્સોએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી ઇજાગ્રસ્તો સાથે આવેલા તેમના મિત્રો પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. હોસ્પિટલના પટાંગણમાં જ મારામારીની લાઈવ ઘટના જોવા મળી હતી. અહીં લુખ્ખા તત્વો હાથમાં તલવારો અને ઘાતક હથિયારો લઇ દોડતા નજરે પડયા હતા.

ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ સહીત ડીસીપી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડી આગળની તપાસ શરૂ કરી હતી. જો કે સુરતમાં આ પ્રકારની બનતી ઉપરાછાપરી ઘટનાઓએ પોલીસ માટે એક પડકારરૂપ સાબિત થઇ રહી છે તે વાતમાં કોઈ બેમત નથી.

Gujarat Government Advertisement

Related posts

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!