GSTV
Home » News » સુરત : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો

સુરત : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સુરતના વિયર કમ કોઝવેની જળસપાટીમાં વધારો થયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. માંડવીના કાંકરાપાર ડેમ પણ ઓવરફ્લો થતાં તેનું સીધું પાણી વિયર કોઝવેમાં આવી રહ્યું છે. જેને લઈ વિયર કમ કોઝવેમાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા છે. અને કોઝવેનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર જળ સપાટી 7.10 મીટરે સુધી પહોંચી છે. કાંકરાપાર ડેમની સપાટી 161.70 ફૂટ સુધી પહોંચતાં ઓવરફ્લો થયો. જે પાણી પણ સુરતના વિયર કમ કોઝવેમાં આવ્યા છે.

READ ALSO

Related posts

ધનતેરસ 2019: આ છે ધન રાખવાનું સાચુ સ્થાન, અહીં મુકશો તો તિજોરી ક્યારેય ખાલી નહી થાય

Bansari

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!