GSTV
Gujarat Polls 2017 Surat Trending ગુજરાત

સુરતમાં ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકો કરી કબજે

ડાયમંડથી માંડીને કાપડ ઉદ્યોગનું હબ ગણાતાં સુરતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. સુરત શહેર જિલ્લાની કુલ 16 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 15 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે માંડવી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત છે.

મિશન 150 સાથે ચૂંટણી મેદાને ઉતરેલી ભાજપની આ વખતે સુરતી લાલાઓએ લાજ રાખી છે. પાટીદારોના ગઢથી માંડીને વેપારીઓના હબ ગણાતા સુરતમાં આજે પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. સુરત શહેરની તમામ 12 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. દેશભરમાં જીએસટી લાગુ કરાયુ તે સમયે સુરતના વેપારીઓએ દિલ્હીને ગજવી દે તે રીતે વિરોધ વિરોધ દર્શાવ્યો હતો. તેમ છતાં વેપારી વર્ગે ભાજપ પર જ વિશ્વાસ દાખવ્યો હોય તેમ સુરતના ચૂંટણી પરિણામો બાદ દેખાય છે.

સુરતએ માત્ર વેપારી નહી. પરંતુ પાટીદારોનો પણ ગઢ છે. સૌરાષ્ટ્રથી મોટા પ્રમાણમાં સ્થાળાંતરિત થયેલા પાટીદારો સુરતમાં છે. પાટીદાર આંદોલન સમયે પણ સૌથી વધુ સુરતમાં અસર દેખાઈ હતી. પાટીદારોનો ગઢ ગણાતી વરાછા રોડ બેઠક પાટીદાર મતોના કારણે હાઈ પ્રોફાઈલ બેઠક બની હતી. જોકે ત્યાં પણ ભાજપનું કમળ ખીલતા પાસ આંદોલનકારીઓના હાથ હેઠા પડ્યા છે.

તો બીજીતરફ,પાસ કન્વીનર હાર્દિક પટેલનો સુરતમાં સૌથી વધુ પ્રભાવ જોવા મળતો હતો. તે હાર્દિક પટેલે સુરત શહેરમાં જ સીએમ વિજય રૂપાણીના રોડ શોના દિવસે જ રોડ શો કરીને સરકાર બદલવા માટે અનુરોધ કર્યો હતો. આ રેલીમાં હાર્દિકને પણ મસમોટો પ્રતિસાદ મળ્યો. જોકે, પરંતુ સુરતી લાલાઓનો મિજાજ કંઈક અલગ જ સામે આવ્યો. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો 16 બેઠકોમાંથી માત્ર એક જ બેઠક પર કોંગ્રેસને જીત મળી છે.

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV