GSTV

સુરતમાં બ્રિજના એક છેડે ભાજપ તો બીજા છેડે કોંગ્રેસ ઉદ્ઘાટન કરી નાંખતા વિવાદ

Last Updated on September 30, 2017 by

સુરતમાં એક બ્રીજનું બંને છેડેથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક બાજુથી સત્તાધારી પક્ષ ભાજપના પ્રધાને ઉદ્ધાટન કર્યુ. તો બ્રીજની બીજી બાજુથી વિપક્ષ કોંગ્રેસના કાર્યકરોએ ખુલ્લો મૂક્યો હતો.

પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બ્રિજનું લોકાર્પણ કરીને જલદીથી રવાના થયા હતા. કોંગ્રેસે વિરોધ કરતા વિશાળ બાઇક રેલી યોજી ભાજપ સામે સુત્રોચ્ચાર પણ કર્યો હતો. પરિસ્થિતિ વણશે નહીં તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં ભેગા થયેલા કોંગ્રેસીઓને વિખેરાઈ જવા પોલીસ દ્વારા સૂચના આપી હતી. અને જો ટોળુ નહીં વિખેરાઈ તો કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી. જે બાદમાં કોંગ્રેસ કાર્યકરોનું ટોળું બ્રિજ પર ચઢી રવાના થઈ ગયું હતું.

સુરતમાં રાંદેર અને કતારગામને જોડતા નવા બ્રિજનું લોકાર્પણ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે કરવામાં આવ્યું. બીજા છેડેથી કોંગ્રેસેના કોર્પોરેટર અને કાર્યકરોએ બ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું હતું. જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો. કોંગ્રેસે રેલી કાઢી બ્રીજને ખુલ્લો મુક્યો હતો અને વાહન વ્યવહાર પણ શરૂ કરાવ્યો હતો. ઘટનાને પગલે પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta

ભાલ પંથકમાં પણ વરસાદે વેરી તારાજી, સરકારનો એક નિર્ણય સર્જે છે દર વર્ષે તબાહીના દ્રશ્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!