GSTV

સુરતમાં નહેરોમાં સિંચાઇ માટે પાણી ન છોડાતા ખેડૂતોમાં આક્રોશ

સુરતમાં સિંચાઈ વિભાગ દ્વારા કાંઠા વિસ્તારની નહેરોમાં સિંચાઈના પાણી નહીં છોડાતાં આસપાસના ગામોમાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દસ દિવસથી સિંચાના પાણી ન મળતાં ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતી વ્યક્ત કરી છે. અને જો માગ નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. છેલ્લા 60- 65 દિવસથી જમણા કાંઠા નહેરમાં કામ ચાલી રહ્યું હતું.

દરમ્યાન સુરતના કાંઠા વિસ્તારના ખેડૂતો મહામૂલ્યો પાક ને લઈ પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 60- 65 દિવસથી જમણા કાંઠા નહેરમાં કામ ચાલી રહ્યું હતું. જે દરમ્યાન દસ દિવસ વીતી ગયા છતાં કાંઠા વિસ્તારના ખેડૂતો પાણી માટે વલખા મારી રહયા છે. હાલમાં કાંઠા વિસ્તારની નહેરો સુખીભઠ છે. ખેડૂતોએ વાવણી કરેલ શેરડી, શાકભાજી તથા અન્ય મહામૂલ્યો પાકો પાણી વિના સુકાઈ રહયા છે. જેના કારણે ખેડૂતોને કરોડોનું નુકશાન થાય તેવો ભીતી અનુભવી રહ્યા છે. તાકીદે નહેરોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો જલદ આંદોલન છેડવાની નોબત ચીમકી ખેડતોએ ઉચ્ચારી છે.

Related posts

લોકોના હાથે લોકો દ્વારા સેવા, કોરોનાના ફફડાટ વચ્ચે જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

pratik shah

આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિ મહત્વનાં, સરકારે આપી આ ચેતવણી

pratik shah

અભિનયની સાથે આ સ્કીલમાં પણ માહિર છે સૈફની લાડલી, શેર કર્યો થ્રોબેક વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!