GSTV
Home » News » સુરતમાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગ પણ સજાગ

સુરતમાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગ પણ સજાગ

સુરતમાં ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આવતીકાલે અનંત ચૌદશના દિવસે ગણેશ વિસર્જન થવાનું છે.

ગણેશ વિસર્જનને લઈને સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. શહેરના અલગ અલગ ઓવારાઓ પર કમાન્ડ એન્ડ  કંટ્રોલની ટીમ અને 104 સીસીટીવી કેમેરા લગાવાશે. વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ વિભાગ પણ સજાગ થઇ ગયું છે.

ગણેશની વિશાળ પ્રતિમાના વિસર્જન માટે હજીરા ખાતે ચાલુ વર્ષે અલગથી ઓવારો શરૂ કરવામાં આવ્યો છે. તો મહાપાલિકા દ્વારા પ્લાસ્ટિક ઓફ પેરિસની નાની પ્રતિમા માટે 11થી વધુ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. તો 38 કુદરતી ઓવારા પરથી ગણેશ વિસર્જન કરી શકાશે.

તાપી નદીમાં આ વખતે પાણીનો પ્રશ્ન ઉભો થવાથી તંત્ર દ્વારા ગણેશભક્તો માટે આ વિકલ્પ ઉભો કરવામાં આવ્યો છે. જેથી કરી હજીરાના દરિયામાં ગણેશની પ્રતિમાનું સહેલાઈથી વિસર્જન થઈ શકે અને ધાર્મિક લાગણી ન દુભાય તેવા પ્રયાસ પણ કરી શકાય છે.

ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 68 પીઆઇ,182 પીએસઆઇ ,2641 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ 281 મહિલા પોલીસ બંદોબસ્ત માં ખડેપગે ફરજ બજાવશે. ગણેશ વિસર્જનને લઈને સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

શહેરના અલગ અલગ ઓવારાઓ પર કમાન્ડ એન્ડ  કંટ્રોલની ટીમ અને 104 સીસીટીવી કેમેરા લગાવાશે. 108 જગ્યાઓ પર બેરીકેટિંગ લગાવામાં આવશે. 38 સ્થળો પર ફ્લડ લાઈટ અને 47 જગ્યાઓ પર લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી છે.

તદુપરાંત 4500 હોમગાર્ડના જવાનો સહિત 10 એસઆરપી ની ટુકડી અને 1 સીઆઈએસએફની કંપની ગણેશ વિસર્જનના બંદોબસ્ટમાં બાજ નજર રાખશે. જ્યારે 5112 જેટલા હોકઆઈ અને 7178 જેટલા એફઓપીના જવાનો પોલીસ મદદ માટે રહેશે.

 

 

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

અમદાવાદ કોર્પોરેશને ગણેશ મહોત્સવને લઈને કર્યું સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

Nilesh Jethva

ડભોઇ : યુવકે પરિણીત યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, યુવતીની હાલત ગંભીર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!