GSTV

સુપ્રીમ કોર્ટમાં નવા ચાર જજોની નિયુક્તિ, કોલેજિયમની ભલામણને 48 કલાકમાં મંજૂરી

સુપ્રીમ કોર્ટને ચાર ન્યાયાધીશ મળ્યા છે. આ ચાર નવા ન્યાયાધીશોના પદભાર સંભાળ્યાની સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 28ની થઈ જશે. જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી, જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ અજય રસ્તોગી શુક્રવારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદે શપથગ્રહણ કરવાના છે. ગુરુવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને મંજૂર કરતા આ ચાર ન્યાયાધીશોની નિયુક્તિને પરવાનગી આપી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર માત્ર 48 કલાકની અંદર કાર્યવાહી કરતા આ નિયુક્તિઓનું નોટિફિકેશન જાહેર કર્યું છે. મહત્વપૂર્ણ છે કે કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ મદન બી. લોકૂર, જસ્ટિસ કૂરિયન જોસેફ, જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ એસ. એ. બોબડેનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોના કુલ 31 પદ છે. ચાર નવા ન્યાયાધીશોની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટમાં જજોના ત્રણ સ્થાન હજીપણ ખાલી છે.

સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોના કોલેજિયમે ચાર નવા ન્યાયાધીશોની નિયુક્તિને મંજૂરી આપી હતી અને બાદમાં 31 ઓક્ટોબરે કેન્દ્ર સરકારને ભલામણ મોકલી આપી હતી. જસ્ટિસ હેમંત ગુપ્તા મધ્યપ્રદેશ હાઈકોર્ટ, જ્યારે જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. જ્યારે જસ્ટિસ એમ. આર. શાહ પટના હાઈકોર્ટ અને જસ્ટિસ અજય રસ્તોગી ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. જો કે 2018માં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો જસ્ટિસ મદન બી. લોકૂર અને જસ્ટિસ કૂરિયન જોસેફ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે જસ્ટિસ એ. કે. સિકરી માર્ચ-2019માં નિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ હેમંત ગુપ્તાની બીજી જુલાઈ-2002ના રોજ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ ગુપ્તાની આઠમી ફેબ્રુઆરી, 2016ના રોજ પટના હાઈકોર્ટમાં બદલી કરવામં આવી હતી અને તેમને 29 ઓક્ટોબર, 2016ના રોજ પટના હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા. જસ્ટિસ ગુપ્તાની 18 માર્ચ-2017ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

જસ્ટિસ રસ્તોગીની સપ્ટેમ્બર-2004માં રાજસ્થાન હાઈકોર્ટમાં નિયુક્ત કરવામાં આવી હતી અને અહીં તેમને એક્ટિંગ ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. પહેલી માર્ચ-2018ના રોજ જસ્ટિસ રસ્તોગીને ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.

જ્યારે જસ્ટિસ શાહની સાતમી માર્ચ-2004ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા. ઓગસ્ટ-2018માં તેમણે પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથગ્રહણ કર્યા હતા.

જસ્ટિસ રેડ્ડીની બીજી ડિસેમ્બર-2002ના રોજ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્તિ કરાઈ હતી. 13 ફેબ્રુઆરી-2016ના રોજ જસ્ટિસ રેડ્ડીને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયક્ત કરવામાં આવ્યા હતા.

Related posts

અમિત શાહને પણ રંગ લાગ્યો : તમિલોને આકર્ષવા રીતસરનું જુઠ્ઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Ankita Trada

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada

અમદાવાદ કોરોનાના અજગરી ભરડામાં, એક જ દિવસમાં 8 હજાર લોકો માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!