સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને પોલીસ અધિકારીઓને ઝાટકણી કાઢી નાખી હતી અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬A હેઠળ કોઈ વ્યક્તિની ધરપકડ થાય કે તેની અટકાયત કરવામાં આવશે તો તેમ કરનાર પોલીસ અધિકારીને જેલમાં મોકલવામાં આવશે એવું જણાવ્યું હતું.
રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો
ઇન્ફર્મેશન ટેકનોલોજીની કલમ ૬૬A અનુસાર કોમ્પ્યુટર કે મોબાઈલ થકી વાંધાજનક, ઉશ્કેરણીજનક સાહિત્ય મોકલવા માટે અને તેના થકી જાહેર જનતાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો હોવાથી તેની ધરપકડ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, ૨૦૧૫માં સર્વોચ્ચ અદાલતે આ કલમ ગેરબંધારણીય હોવાનું જણાવી તેને રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, આ આદેશ પછી પણ ધરપકડ અટકી નથી.
કલમ અંગે જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો
PUCL નામની સંસ્થાએ કોર્ટને આજની કાર્યવાહીમાં જણાવ્યું હતું કે આ કલમ રદ્દ કર્યા પછી પણ દેશભરમાં ૨૨ જેટલી ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ સંસ્થાએ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના આંકડા ટાંક્યા હતા. આ અંગે સુનવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું, “અમે કડક પગલા લઈશું. જેમણે આવી રીતે ધરપકડ કરી છે તેવા અધિકારીઓને જેલમાં મોકલવાની ચેતવણી પણ આપી રહ્યા છીએ,” એમ જસ્ટીસ નરીમાને જણાવ્યું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને આ કાયદા અંગે અને કલમ અંગે જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. કોર્ટે પોતે ગેરબંધારણીય ઠેરવેલી કલમ હજુ પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે તેવું નોધતા આઘાત અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
- મેક્સીકન ટેસ્ટનો ટ્રાય કરવો હોય તો તમારા રસોડે બનાવો મગની દાળનો સૂપ
- કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી
- લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….
- પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ
- Video: ‘તારક મહેતા…’માં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ, દયાબેનના બદલે થશે આ કિરદારની એન્ટ્રી