GSTV
Home » News » સીવીસી આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને સમન્સ પાઠવે તેવી શક્યતાઓ

સીવીસી આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને સમન્સ પાઠવે તેવી શક્યતાઓ

સીબીઆઇના બન્ને અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના બન્નેને તપાસ કરી રહેલ સીવીસી સમન્સ પાઠવી શકે છે. હાલ સુપ્રીમ કોર્ટે આ મામલે આલોક વર્માની તપાસ કરવા સીવીસીને બે સપ્તાહનો સમય આપ્યો છે. જોકે હવે એવા અહેવાલો છે કે રાકેશ અસ્થાનાની પણ પૂછપરછ થઇ શકે છે. સીવીસી બન્ને અધિકારીઓને સમન્સ પાઠવે તેવી શક્યતાઓ છે. બન્નેના નિવેદનો લેવા માટે આ તેડુ મોકલવામાં આવી શકે છે. સીવીસીના ચીફ કે.વી. ચૌધરીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તપાસના જે આદેશ આપ્યા છે તેને ધ્યાનમાં રાખીને જે તપાસ ચાલી રહી છે તેમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને તેમના નિવેદનો આપવા માટે બોલાવવામાં આવી શકે છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસ સંબંધી દરેક ફાઇલો અમારી પાસે આવી ગઇ છે અને આગામી દિવસોમાં વધુ ડોક્યુમેન્ટ્સની જરુર પડશે તો તેને પણ મગાવવામાં આવશે. આલોક વર્મા અને રાકેશ અસ્થાના બન્નેએ એરબીજા પર લાંચ લેવાના આરોપો લગાવ્યા છે. આ સ્થિતિ વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં કોર્ટે હાલ આલોક વર્મા વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ સીવીસીને આપ્યો હતો. જેને બે સપ્તાહમાં પુરી કરી લેવાની રહેશે. જ્યારે બીજી તરફ રાકેશ અસ્થાના મામલે પણ વિવાદ વધી રહ્યો છે, તેમની વિરુદ્ધ તપાસ કરી રહેલા અધિકારીની ટ્રાન્સફરને સુપ્રીમમાં પડકારાઇ છે.

બસ્સીએ રાકેશ અસ્થાના પર લાંચ લીધી હોવાના આરોપો સાથે કેટલાક પુરાવા સુપ્રીમ કોર્ટને આપ્યા હતા. આ સ્થિતિ વચ્ચે સીબીઆઇના એડિશનલ એસપી એસએસ ગુરમે રાકેશ અસ્થાના વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે જેમાં તેમણે કોર્ટને કહ્યું છે કે રાકેશ અસ્થાના પોતાની વિરુદ્ધ દાખલ એફઆઇઆરને રદ કરવાની માગણી કરી રહ્યા છે તેમાં તે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અધુરા તેમજ જુઠા પુરાવા આપી રહ્યા છે. બીજી તરફ રાકેશ અસ્થાના કેસમાં સામેલ ડીએસપી દેવેન્દ્ર કુમારના જામીનને દિલ્હી હાઇકોર્ટે માન્ય રાખ્યા હતા.

Related posts

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

Mayur

સરકારનું નવું મિશન કશ્મીર, આ ખાસ ખેતીથી ઘાટીના ખેડુતો બનશે લાખોપતિ

NIsha Patel

ચિદમ્બરમ બાદ જેલમાં બંધ આ નેતાને મળવા પહોંચ્યા સોનિયા, કોંગ્રેસે કહ્યું ‘એકજૂટતા દર્શાવવા.’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!