GSTV

સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ

દેશને કોરોના વેક્સિન આપનાર પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક પ્લાન્ટમાં ગુરુવારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોનો જીવ ગયો હતો. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મજૂરોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. અદાર પૂનાવાલાએ સાથે જાહેરાત કરી કે, આ દુર્ઘટનામાં વેક્સિન પ્રોડક્શનને કોઈ નુક્સાન થયું નથી.


આગ જે સ્થળે લાગી તે સીરમ ઈન્સ્ટિટ્યૂટની નિર્માણાધીન ઈમારત હતી. જે કોવિશીલ્ડ વેક્સિનના પ્રોડક્શન સ્થળથી 1 કિ.મી.ના અંતરે આવેલી છે. તેથી કોરોના વેક્સિનના પ્રોડક્શનને કોઈ અસર થશે નહીં. આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના રામા શંકર હરિજન અને બિપિન સરોજ, બિહારના સુશીલ કુમાર પાંડેય અને પુણેના મહેન્દ્ર ઈંગ્લે તથા પ્રતીક પાશ્ટેએ જીવ ગુમાવ્યો હતો. પૂનાવાલાએ આ અંગે જણાવ્યું કે,‘આજનો દિવસ સિરમ સંસ્થાન માટે દુઃખનો દિવસ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સમક્ષ સંવેદના વ્યક્ત કરીએ છીએ. નિયત માપદંડની સાથે અમે દરેક પરિવારને 25 લાખ વધારાનું વળતર આપવાનો પ્રસ્તાવ આપીશું. આ સમયે ચિંતા કરનારા તમામ લોકોનો આભાર માનું છું.’

Related posts

આ સરકારી યોજનામાં કરો રોકાણ, 60 વર્ષ પછી પણ મળે છે દર મહિને 5000 રૂપિયા પેન્શન

Mansi Patel

ઓ બાપ રે, ગુજરાતમાં આટલી બિલ્ડીંગો પાસે નથી ફાયર NOC, હાઈકોર્ટમાં સરકારના મોટા ખુલાસા

pratik shah

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીનાવિદ્યાર્થીઓએ કોમર્સ કોર્સમાં 50 ટકા ફી ઘટાડવાની કરી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!