GSTV
Home » News » સીબીઆઈ બાદ આરબીઆઈની તકરાર જગજાહેર થતાં સરકાર બેહદ નારાજ

સીબીઆઈ બાદ આરબીઆઈની તકરાર જગજાહેર થતાં સરકાર બેહદ નારાજ

આરબીઆઈની તકરાર જગજાહેર થવાને કારણે સરકાર બેહદ નારાજ છે. વિવાદ માટે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે ચેતવણી આપી હતી કે કેન્દ્રીય બેન્કની સ્વાયતત્તાને હળવાશમાં લેવી વિનાશકારી બની શકે છે. અધિકારીઓએ સોમવારે આના સંદર્ભે કહ્યુ હતુ કે આવા પ્રકારના અહેવાલોથી રોકાણકારોની વચ્ચે દેશની છબી ખરાબ થઈ શકે છે.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે ચેતવણી આપી હતી કે આરબીઆઈની સ્વાયત્તતાને હળવાશથી લેવી વિનાશકારી સાબિત થઈ શકે છે. તેમનું નિવેદન સરકાર તરફથી નીતિઓમાં છૂટછાટ અને આરબીઆઈની શક્તિઓમાં ઘટાડો કરવાના દબાણ તરફ સંકેતો કરતું હતું. આચાર્યે ટોચના કારોબારીઓ સામે પોતાના ભાષણમાં 2010માં આર્જેન્ટિનાની સરકાર તરફથી કેન્દ્રીય બેન્કના મામલામાં દખલગીરીનું ઉદાહરણ પણ ટાંક્યું હતું. તેમણે કહ્યુ હતુ કે ક્યાં ભૂલ થઈ શકે છે. જે સરકારો કેન્દ્રીય બેંકોની સ્વાયતત્તાનો આદર કરતી નથી. તેમને આજે નહીં તો આવતીકાલે બજારની નારાજગી અને આર્થિક આગની આંચ સહન કરવી પડશે. ત્યાર બાદ તેઓ એ દિવસને કોસશે કે જ્યારે તેમણે મહત્વપૂર્ણ નિયામક સંસ્થાની અવગણના કરી હતી.

આચાર્યની ટીપ્પણીને લઈને કેન્દ્ર સરકારના અધિકારીઓએ નામ પ્રકાશિત નહીં કરવાની શરતે કહ્યુ છે કે દિલ્હીમાં સરકાર અને મુંબઈમાં આરબીઆઈ વચ્ચે જે પણ કંઈ થયું તેને ગુપ્ત રાખવું જોઈતું હતું. તેમણે કહ્યુ છે કે સરકાર આરબીઆઈની સ્વાયત્તતા અને સ્વતંત્રતાનું સમ્માન કરે છે. પરંતુ તેમણે પણ પોતાની જવાબદારી સમજવી પડશે.

એક અન્ય અધિકારીએ કહ્યુ છે કે આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે આરબીઆઈએ મામલાને સાર્વજનિક કર્યો છે. સરકાર ઘણી ખફા છે. આરબીઆઈ પાસેથી આવી આશા ન હતી. જો કે આના સંદર્ભે આરબીઆઈના પ્રવક્તાની હજીસુધી પ્રતિક્રિયા આવી નથી.

મીડિયા અહેવાલો મુજબ કેન્દ્ર સરકારે તાજેતરમાં આરબીઆઈ પાસેથી કેટલીક બેંકોના કર્જ આપવાના નિયમોમાં થોડી છૂટછાટ આપવા માટે જણાવ્યું હતું. તેની સાથે આરબીઆઈની નિયામક શક્તિઓમાં કાપ મૂકવાની કોશિશ થઈ રહી છે. તેના પ્રમાણે પેમેન્ટ્સ સિસ્ટમ માટે નવા નિયામક બનાવવા ચાહે છે. મોદી સરકાર કથિતપણે આરબીઆઈ પર એ વાતનું પણ દબાણ નાખવામાં આવ્યું છે કે તેઓ પોતાના 3.6 ટ્રિલિયન સરપ્લસ ધનનો કેટલોક હિસ્સો સરકારને આપે. તેના દ્વારા રાજકોષીય ખાદ્યને ઘટાડી શકાય છે.

Related posts

પાકિસ્તાનના 2 એફ-16 લડાકુ વિમાનોએ ભારતના વિમાનને એક કલાક સુધી આંતર્યું, 120 યાત્રીઓ ફફડી ગયા

Mansi Patel

VIDEO : દિલ્હીમાં બન્યું એવું કે લોકો ગભરાઈ ગયા, એક યુવક સિંહના પાંજરામાં કૂદી સામે જઈ બેસી ગયો

Kaushik Bavishi

અયોધ્યા કેસમાં અંતિમ ફેંસલો લખવા ચીફ જસ્ટિશે લીધો મોટો નિર્ણય, 17મી સુધી આવશે ચૂકાદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!