GSTV

સીબીઆઈ આઈએનએકસ મીડિયા મામલે પી. ચિદમ્બરમની કરશે પૂછપરછ

આઈએનએકસ મીડિયા મામલે તપાસનો ધમધમાટ ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ સુધી પહોંચ્યો છે.  સીબીઆઈ કાર્તિ સાથે મિલીભગતના આરોપ હેઠળ ઈડી અને ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરશે. જેથી આ તપાસ પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ સુધી પહોંચી છે.

હાલમાં ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ કથિત રીતે પ્રભાવિત કરી લાંચ લીધી હોવાના આરોપ બેઠળ કાર્તિની પૂછપરછ કરવામાં  આવી રહી છે. સીબીઆઈ ઈડી અને ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરવા નોટિસ મોકલી શકે છે.

અગાઉ કાર્તિના વકીલે કહ્યુ હતું કે તપાસ એજન્સી ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના પૂર્વ અધિકારીઓની પૂછપરછ ના કરી શકે. જોકે એફઆઈઆરમાં ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના અધિકારી અને નાણામંત્રાલયના કેટલાક અધિકારીઓનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે  એક અધિકારીએ જણાવ્યુ કે આ મામલે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ચાર કેસ મામલે તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે ગત્ત દિવસે સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચેન્નાઈ એરપોર્ટ પરથી કાર્ચિની ધરપકડ કરી હતી. જે બાદ સીબીઆઈએ કાર્તિને કોર્ટમા રજૂ કરી આઈએનએક્સ મીડિયા મામલે પૂછપરછ કરી છે.

સોમવારે કાર્તિએ ઈડીના સમન મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. અરજીમાં કાર્તિએ કહ્યું કે તે તપાસ એજન્સીઓને પૂછપરછ અને તપાસમાં સહયોગ આપી રહ્યા છે. તેમ છતા તપાસ એજન્સીઓ દ્વારા કોઈ કારણ વગર તપાસના નામે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે.

Related posts

એક ધક્કા ઓર દો, બાબરી મસ્જીદ તોડ દો જેવી ઉશ્કેરણીઓને કારણે તૂટ્યો ઢાંચો, અમે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું

Karan

બીજા સીરો સર્વેમાં થયો ખુલાસો, દેશમાં ઓગસ્ટ સુધી દર 15મો વ્યક્તિ હતો કોરોની ઝપેટમાં, ICMR એ રાજ્ય સરકારોને ચેતવ્યા

Karan

માસ્ક નહીં તો એન્ટ્રી નહીં : જો તમે માસ્ક નથી પહેર્યું તો આ રાજ્યમાં બસ કે ટેક્સીની નહીં કરી શકો મુસાફરી, મોલમાં પણ નહી મળે પ્રવેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!