GSTV
Home » News » સીબીઆઈનું પીએનબી કૌભાંડ મામલે મોદી અને મેહુલ ચોકસીને વધુ એક સમન્સ

સીબીઆઈનું પીએનબી કૌભાંડ મામલે મોદી અને મેહુલ ચોકસીને વધુ એક સમન્સ

પીએનબી કૌભાંડ મામલે નિરવ મોદી અને મેહુલ ચોકસીને સીબીઆઈએ વધુ એક સમન મોકલ્યું છે. સમનમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ બન્ને નિરવ અને મેહુલને સીબીઆઈ સમક્ષ ટુંક સમયમાં હાજર થવા જણાવ્યું છે.

અગાઉ તપાસ એજન્સીઓ દ્વારા 19,23 અને 28 ફેબ્રુઆરીના રોજ હાજર થવા સમન પાઠવવામાં આવ્યું હતુ. જોકે નિરવ મોદી અને મેહુલ ચોકસી સમનનો સતત અનાદર કરી રહ્યા છે. સીબીઆઈએ સાત માર્ચના રોજ નિરવ અને મેહુલને હાજર થવા સમન પાઠવ્યુ હતું. જો કે બન્ને તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી.

થોડા દિવસ પહેલા પીએનબીને કરોડો રૂપિયો ચૂનો ચોપડનાર મેહુલ ચોકસીએ સીબીઆઈને પત્ર લખી હાજર થવા ઈન્કાર કર્યો હતો. મેહુલ ચોકસીએ પત્રમાં ખરાબ સ્વાસ્થયનો હવાલો આપી ભારત આવવાનો ઈન્કાર દીધો.

પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ મેહુલ ચોકસી અને નિરવ મોદી દેશ છોડીને ફરાર થયા છે. મેહુલ ચોકસી અને નિરવ મોદી વિરૂદ્ધ પીએનબી સાથે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ છે.

ઈડી સહિતની તપાસ એજન્સીઓએ નિરવ મોદી અને મેહુલ ચોકસીની કરોડો રૂપિયાની સંપત્તિને જપ્ત કરી છે.

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!