GSTV
Home » News » સીબીઆઇએ ભૂપિન્દર સિંહ હૂડા અને અન્ય સામે નવો કેસ કર્યો દાખલ, ૨૦ સ્થળોએ દરોડા

સીબીઆઇએ ભૂપિન્દર સિંહ હૂડા અને અન્ય સામે નવો કેસ કર્યો દાખલ, ૨૦ સ્થળોએ દરોડા

સીબીઆઇએ ૨૦૦૯માં ગુરુગ્રામમાં જમીનની ફાળવણીમાં કથિત અનિયમિતતા આચરવા બદલ હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા અને અન્ય સામે નવો કેસ દાખલ કર્યો છે અને દિલ્હી-એનસીઆરમાં ૨૦ સ્થળોએ દરોડા પાડ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇની ટીમ હરિયાણાના રોહતકમાં હૂડાના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચી ગઇ હતી. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરના ૨૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. એજન્સીએ આ દરોડા અંગે વધુ કોઇ માહિતી આપી ન હતી. 

૨૦૦૯માં ગુરુગ્રામમાં ૧૪૧૭ એકર જમીનનું સંપાદન કરવામાં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો મૂકવામાં આવ્યા હતાં. સીબીઆઇના આ દરોડા અંગે કોંગ્રેસે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર બદલાની ભાવનાથી આ કાર્યવાહી કરી રહી છે. 

કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે આવા પ્રકારની કાર્યવાહી લોકશાહી માટે યોગ્ય નથી. તેમણે સરકારના ઇશારે કાર્ય કરતા અધિકારીઓને ચેતવણી આપી છે કે કોઇ પણ સરકાર કાયમી હોતી નથી. જો ભાજપ સરકાર હારશે તો આ અધિકારીઓને તેમણે કરેલી કાર્યવાહીનો જવાબ આપવો પડશે. 

ઉલ્લેખનીય છે કે ૨૮ જાન્યુઆરીએ હરિયાણામાં જિંદમાં પેટા ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ આ દરોડા અંગે હૂડાએ પણ જણાવ્યું છે કે બદલાની ભાવનાથી અને મારો અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. મેં દરોડા દરમિયાન સીબીઆઇના અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. તેમને તપાસ દરમિયાન કશું મળ્યું નથી. તેઓ મારો અવાજ દબાવવામાં સફળ નહીં થાય.

જિંદ બેઠક પર ઇન્ડિયન લોક દળના ધારાસભ્યનું અવસાન થતાં સોમવારે પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં કોંગ્રેસ વતી રણદીપ સિંહ સૂરજેવાલા ચૂંટણી લડી રહ્યાં છે. આ ચૂંટણીમાં યોજાયેલી રેલીમાં હૂડાને જવાનું હતું પણ દરોડાને કારણે તેઓ આ રેલીને સંબોધી શક્યા ન હતાં.

Related posts

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Bansari

કોહિનૂર ઈમારત કેસ મામલે કલમ 144 લાગુ, રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ

Mayur

Viral Video: નહી જોયો હોય આવો દુર્લભ સાપ, હવામાં ઉડીને કરે છે શિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!