વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અમદાવાદનાં બે દિવસના મહેમાન બનશે. આ બંને મહાનુભાવો અમદાવાદનાં પૌરાણિક સ્થળોની મુલાકાત લેશે. જેને પગલે એએમસી અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સીદી સૈયદની જાળીને વિશિષ્ટ લાઈટીંગથી શણગારવામાં આવ્યું છે તથા શહેરની ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી છે.
હેરિટેજ સિટી અમદાવાદનાં પૌરાણિક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. અમદાવાદની ઓળખ સમાન સીદી સૈયદની જાળીને અને મસ્જિદમાં લાઈટીંગ કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સીદી સૈયદની જાળીને વિશિષ્ટ લાઈટિંગથી શણગારવામાં આવ્યુ છે. બંને દેશના વડાપ્રધાન સીદી સૈયદની જાળીની મુલાકાત લેશે ત્યારે મસ્જિદના ખાદીમ અને સંચાલકોમાં ખાસ ઉત્સાહનો માહોલ છે.
શહેરની વિવિધ ઈમારતો પણ રોશનીથી ઝળહળી રહીં છે. શહેરની ઈમારતોને જાતજાતની રોશનીથી શણગારવામાં આવી છે. તો કેટલીક ઈમારતોમાં ખાસ પ્રકારની રોશનીથી વિવિધ થીમ રજૂ કરવામાં આવી રહીં છે. શહેરમાં કરવામાં આવેલી રોશનીને લઈને લોકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યુ છે. અનેક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રોશની જોવા માટે ઉમટી પડ્યા છે.