GSTV
Gir Somnath ગુજરાત

સિંહોની સુરક્ષા કરવામાં વનવિભાગ પડ્યું પાછું, 2 સિંહણોનું ઝેરી મારણ ખાતા મોત

વનવિભાગ સિંહોની સુરક્ષામાં વામણું પુરવાર થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.  ત્યારે ગુરૂવારે 2 સિંહણોનું ઝેરી મારણ ખાતા મોત નિપજ્યાની ઘટના અમરેલી જિલ્લાના ધારી ખાતે બનેલી.

વનવિભાગે નાગધ્રાના 2 ભરવાડ શખ્સો ની અટકાયત કરીને કડક પૂછપરછ કરતાં 15 ઓગસ્ટના રોજ બપોરના સુમારે ઘેટાં બકરા ચરાવતા બકરાના ઝુંડ પર સિંહણો ત્રાટકી હતી.

આથી ગુસ્સે ભરાયેલા ભરવાડ શખ્સે ઝેરી દવા મંગાવીને આ મોતને ભેટેલ મારણ પશુ બકરા પર છાંટીને જતો રહ્યો હતો. જેથી બે સિંહણોના મોત નિપજ્યા હતાં.

જેથી વનતંત્રે કુનેહથી સિંહણોના મોત નિપજાવનાર સંગ્રામ ભરવાડ અને કડવા ભરવાડની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV